(Photo by Kevin Dietsch/Getty Images)

ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. તેમણે તેમના એઆઇ સ્ટાર્ટઅપ માટે $30 મિલિયન એકત્ર કર્યા છે.

ઓપનએઆઈના પ્રારંભિક સમર્થક વિનોદ ખોસલાની આગેવાની હેઠળના ખોસલા વેન્ચર્સે અગ્રવાલની કંપનીમાં ભંડોળ એકત્રીકરણમાં આગેવાની લીધી હતી. જોકે આ અંગેની સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. અન્ય બે સાહસ કંપનીઓ ઈન્ડેક્સ વેન્ચર્સ અને ફર્સ્ટ રાઉન્ડ કેપિટલે પણ ફંડ આપ્યું છે.

અગ્રવાલને 2022ના અંતમાં ટ્વિટર (હવે X તરીકે ઓળખાય છે)ના માલિક ઇલોન મસ્કે સીઇઓના હોદ્દા પરથી હાકી કાઢ્યાં હતા. તેમણે AI સ્ટાર્ટઅપ માટે લગભગ $30 મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું હતું.

અગ્રવાલનું સ્ટાર્ટઅપ લાર્જ લેંગ્વેજ મોડલ્સના ડેવલપર્સ માટે સૉફ્ટવેરનું નિર્માણ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. આ મોડલને OpenAIના ચેટબોટ ChatGPT દ્વારા લોકપ્રિય બન્યું છે.

ગયા વર્ષના અંતમાં અગ્રવાલ, ભૂતપૂર્વ પોલિસી લીડ વિજયા ગડ્ડે અને અન્ય એક્ઝિક્યુટિવ્સને  મસ્ક સંચાલિત X કોર્પોરેશન પાસેથી કાનૂની ફી પેટે $1.1 મિલિયન મળ્યાં હતા. ઓક્ટોબર 2022માં મસ્કે અગ્રવાલ, ગડ્ડે અને ટ્વિટરના ભૂતપૂર્વ  ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલને ટ્વીટરમાંથી હાંકી કાઢ્યાં હતા. મસ્કે $44 બિલિયનમાં માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર નિયંત્રણ મેળવ્યાં પછી તેમણે આ નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY

three + seventeen =