વડા પ્રધાન ઋષિ સુનકને પત્ની અક્ષતા મૂર્તિ તરફથી રસોઈની કુશળતા બાબતે થમ્બ્સ અપ મળ્યું છે જો કે તેમણે સ્વીકાર્યું હતું કે દેશ ચલાવવામાં વ્યસ્ત હોવાથી દિવસની નોકરી દરમિયાન તેમની પાસે રસોડા માટે વધુ સમય મળતો નથી. દંપત્તીએ મુલાકાતમાં સંખ્યાબંધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા, જેમાં કોણ વધુ રસોઈ કરે છે અને કોણ બેડ બનાવે છે.
આ મહિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ પ્રસંગે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ‘ગ્રેઝિયા’ મહિલા મેગેઝિન સાથે વાત કરતાં અક્ષતાએ જણાવ્યું હતું કે “ઋષિ શ્રેષ્ઠ રસોઈયા છે. મને ઘણો ઉત્સાહ છે, પરંતુ ઋષિ પાસે ચોક્કસપણે તે વિભાગમાં વધુ પ્રતિભા છે. પરંતુ હવે તે મુખ્યત્વે શનિવારની સવારનો નાસ્તો જ બનાવે છે.’’ સુનકે તેમાં ઉમેરો કરતાં જણાવ્યું હતું કે ‘’ગોર્ડન રામસેના સ્ક્રેમ્બલ્ડ એગ્સ”
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતા હતા તે વાતોને યાદ કરતાં મૂર્તિ જણાવે છે કે “જ્યારે અમે અભ્યાસ કરતા હતા, ત્યારે હું ખરેખર મારી પથારીમાં જ જમતી હતી. ત્યાં ઋષિ આવતા ત્યારે કેટલીકવાર મારા પલંગમાં પ્લેટો મળતી. હવે બાળકોની શાળાને લગતી બાબતોની વાત આવે ત્યારે હું વધુ કડક છું, જેમ કે તેમનું હોમવર્ક કરાવવું, તેઓ વાંચી રહ્યાં છે તેની ખાતરી કરવી. ખાતરી રાખું છું કે શાળા સંબંધિત કંઈપણ કામ સારી રીતે કરવામાં આવે.”
સુનકે કહ્યું હતું કે “હું જ્યારે ઘરે પહોંચું છું ત્યારે હું ખૂબ થાકી જાઉં છું તેથી હું ‘ફ્રેન્ડ્સ’નો એપિસોડ જોઉં છું અને સૂઈ જાઉં છું. અઠવાડિયામાં માત્ર એક કે બે વાર જ બહાર દોડવા માટે સમય શોધી શકું છું.’’
જો કે સુનકે સ્વીકાર્યું હતું કે તેમની પત્ની તેમના કરતા વધારે કરે છે. ઋષિ સુનકે બેડ બનાવવા માટેના ઇરીટેશન તેમજ પોતાની બેડટાઇમ હેબીટ ફ્રેન્ડ્ઝ ટીવી શો જોવાની ચર્ચા કરી છે.
ગ્રાઝિયા યુકેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવાયું હતું કે “અમને જાણવા મળ્યું છે કે દેશના સૌથી હાઇ-પ્રોફાઇલ કપલ કેવી રીતે ઘરેલુ ફરજો વહેંચે છે.”