Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટે નાગરિકતા (સુધારા) ધારા (CAA)ના અમલ પર સ્ટે મૂકવાનો મંગળવારે ઇનકાર કર્યો હતો. ગયા સપ્તાહે અમલી બનેલા આ કાયદાને પડકારતી 237 અરજીઓનો જવાબ આપવા માટે કોર્ટે સરકારને 8 એપ્રિલ સુધી ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (કેરળ સ્થિત રાજકીય પક્ષ) તથા વિપક્ષી નેતાઓ જયરામ રમેશ અને તૃણમૂલના મહુઆ મોઇત્રાનો સહિતના અરજદારોએ આ કાયદાની બંધારણીય યોગ્યતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. અરજદારોએ સીએએના અમલીકરણ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આ કાયદો “ભેદભાવપૂર્ણ” છે અને મુસ્લિમ સમુદાયના હિતોની વિરુદ્ધ છે.

લોકસભાની ચૂંટણી પહેલા અમલી બનાવવામાં આવેલા CAA હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનથી સ્થળાંતર કરીને આવેલા બિન-મુસ્લિમ લોકો ભારતની નાગરિકતા મેળવી શકે છે. આ ત્રણેય દેશોને હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લોકો જો 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા છે તેમને ભારતની નાગરિકતા મળશે.

 

LEAVE A REPLY