Sardar Vallabhbhai Patel International Airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિલિસ એવિએશને જાહેર કરેલા સમર શેડ્યૂલ મુજબ અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે. આ સમર શિડ્યુલ્ડ 31 માર્ચથી 26 ઓક્ટોબર 2024 સુધી કાર્યરત રહેશે.

આ શિડ્યુલ્ડમાં વિવિધ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધાઓ અને તેની યાદી આપવામાં આવી છે. જેમાં બેંગકોક, કુઆલા લુમ્પુર અને જેદાહનો સમાવેશ થયો છે. થાઈ એર થાઈલેન્ડમાં બેંગકોક જતી સાપ્તાહિક ફ્લાઈટ્સની જે સંખ્યા છે તેમાં પણ વધારો કરે એવી અપેક્ષા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરે તેવી ધારણા છે.

એર એશિયા મલેશિયામાં કુઆલાલંપુર માટેની સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતા છે, જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી સંભાવના છે. અમદાવાદ એરપોર્ટથી હાલમાં UAEમાં દુબઈ, અબુધાબી અને શારજાહ, સાઉદી અરેબિયામાં જેદ્દાહ, કુવૈત, ઇંગ્લેન્ડમાં ગેટવિક અને લંડન, થાઈલેન્ડમાં બેંગકોકને ડાયરેક્ટ ફ્લાઈટ સાથે કનેક્ટિવિટી પૂરી પાડે છે.

સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિસ્તારા હવે અમદાવાદથી ગોવા અને બેંગલુરુ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, તેવામાં જ્યારે ઈન્ડિગો રાજકોટના હિરાસર એરપોર્ટ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરે તેવી અપેક્ષા છે

LEAVE A REPLY

1 × 2 =