(ANI Photo)

ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની લગભગ રૂ.4.3 કરોડની છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

એવું જાણવા મળ્યું છે કે વૈભવે કથિત રીતે ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડ સગેવગે કર્યા હતા, જેનાથી હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલને નુકસાન થયું હતું. હાર્દિક, કૃણાલ અને વૈભવે 2021માં બિઝનેસ સ્થાપ્યો હતો અને કરાર મુજબ બંને ક્રિકેટરોને નફામાંથી 40-40 ટકા ભાગ અને વૈભવને 20 ટકા ભાગ આપવાનો હતો.

જોકે, ઓછા જાણીતા વૈભવ પંડ્યાએ નફો વહેંચવાને બદલે એક અલગ કંપની બનાવી અને બિઝનેસમાંથી ફંડ તેમાં ડાયવર્ટ કર્યું હતું. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર વૈભવ પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાર્દિકે  તેના 37 વર્ષીય સાવકા ભાઈ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.

LEAVE A REPLY

8 + fifteen =