ફાઇલ ફોટો (ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડે થોડા દિવસો પહેલા કરેલી જાહેરાત મુજબ આઈપીએલ 2025 માટેનું ક્રિકેટર્સનું ઓક્શન આગામી તા. 24 અને નવેમ્બરના રોજ સાઉદી અરેબીઆના જેદ્દાહમાં યોજાશે.

આઈપીએલની કુલ 10 ટીમોએ 46 ખેલાડીઓને રીટેઈન કર્યા છે, તો ઋષબ પંત, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર અને અર્શદીપ સિંહ જેવા ભારતના સ્ટાર ખેલાડીઓનું ભાગ્ય અને ટીમ ઓક્શનમાં નક્કી થશે.
10 ટીમોએ 204 ખેલાડીઓ પસંદ કરવાના રહે છે અને તે માટે તેમની પાસે 641.5 કરોડ રૂપિયાનું બજેટ છે. 204માંથી 70 વિદેશી ખેલાડીઓની પસંદગીની તક રહે છે.

ઓક્શનમાં 17 દેશોના કુલ 1574 ખેલાડીઓ મેદાનમાં છે, જેમાં સૌથી વધુ સા. આફ્રિકાના 91, એ પછી ઓસ્ટ્રેલિયાના 76, ઈંગ્લેન્ડના 52, ન્યૂઝીલેન્ડના 39, વેસ્ટ ઈન્ડિઝના 33, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના 29-29, બાંગ્લાદેશના 13, નેધરલેન્ડના 12, યુએસએ (અમેરિકા) ના 10, આયર્લેન્ડના 9, ઝિમ્બાબ્વેના 8, કેનેડાના 4, સ્કોટલેન્ડના બે તથા ઈટાલી અને યુએઈના એક-એકનો સમાવેશ થાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments