અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટેરિફ ડીલ પછી હવે ભારત-અમેરિકા વચ્ચે પણ ઝડપથી ટેરિફ ડીલ થવાના સંકેત મળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં દાવો કર્યો છે કે ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી છે. જોકે, આ અંગે ભારતે કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ ગુરુવારે પણ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે કોઈપણ ટ્રેડ ડીલ બંને દેશો માટે ફાયદાકારક હોવી જોઈએ. ભારતના કોમર્સ પ્રધાન પીયૂષ ગોયલ ટેરિફ ડીલ માટે વાટાઘાટોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે વોશિંગ્ટનમાં છે. તેઓ યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક અને યુએસ ટ્રેડ પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ટ્રમ્પે ફરીથી ભારતને વિશ્વના સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાંનો એક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમના કારણે બિઝનેસ કરવાનું લગભગ અશક્ય બની જાય છે. શું તમે જાણો છો કે તેઓ અમેરિકા માટે તેમના ટેરિફમાં 100 ટકાનો ઘટાડો કરવા તૈયાર છે? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત સાથેની ડીલ ક્યારે થશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, તે ટૂંક સમયમાં થશે. મને કોઈ ઉતાવળ નથી.
