પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કડક કાર્યવાહી વચ્ચે અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસે કડક એડવાઇઝરી જારી કરી ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે કે જો તમે તમારા અધિકૃત રોકાણના સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેશો તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં અમેરિકામાં મુસાફરી પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

આ એડવાઇડરી વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા વગેરે પર અમેરિકાની મુસાફરી કરી રહ્યાં છે તેવા ભારતીયોને લાગુ પડે છે.

વિઝા સમાપ્ત થયા પછી અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીય નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. અમેરિકાની ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યુરિટી એજન્સીઓ (ICE, CBP) દ્વારા ઘણા ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક કિસ્સામાં, ભારતથી અમેરિકા આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવે છે કારણ કે તેમની પાસે સાચા દસ્તાવેજો હોતા નથી અથવા તેમના દ્વારા અગાઉ વિઝા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અમેરિકાના ઇમિગ્રેશન નિયમો મુજબ, દરેક વિદેશી નાગરિકને USCIS (યુનાઇટેડ નેશન્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ) દ્વારા આપવામાં આવેલા અધિકૃત સમયગાળા માટે જ અમેરિકામાં રહેવાની મંજૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી અમેરિકામાં રહે છે, તો તેને આઉટ-ઓફ-સ્ટેટસ ગણવામાં આવે છે અને તેના પર 10 વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

LEAVE A REPLY