(@Bhupendrapbjp via PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ પર આવેલા ધરોઈ ડેમ ખાતે 45 દિવસના એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં લોકો પેરાસેલિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે.

ધરોઈ ડેમ અમદાવાદથી લગભગ 75 કિમી દૂર છે. મુખ્યપ્રધાને મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું અને સ્પીડ બોટની સવારીનો આનંદ માણ્યો હતો. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવોએ એડવેન્ચર ઝોનનો પ્રવાસ કર્યો  હતો અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસીઓને સમાવવા માટે 21 પ્રકારના તંબુ અને 100થી વધુ બેડ સાથે વાતાનુકૂલિત શયનગૃહ છે.

 

LEAVE A REPLY