અમદાવાદ અને ચેન્નાઇના કસ્ટમ્સ અધિકારીઓએ ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગો પર કુલ રૂ.2.76 કરોડનો દંડ ફટકાર્યો હતો. એરલાઈને કસ્ટમના આ આદેશને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી.
શેરબજારને આપેલી નિયમનકારી માહિતી મુજબ અમદાવાદના પ્રિન્સિપલ કમિશનર ઓફ કસ્ટમ્સે રૂ.2.20 કરોડનો અને ચેન્નાઈના પ્રિન્સિપલ કસ્ટમ્સ કમિશનરે એરલાઇન પર રૂ.56,20,254નો દંડ ફટકાર્યો હતો. એરલાઇનને દંડ અંગેની માહિતી અમદાવાદ અને મીનામ્બક્કમના અધિકારીઓ તરફથી 26 મે અને 27 મેના રોજ મળી હતી. કસ્ટમ અધિકારીઓએ કસ્ટમ ડ્યુટીની માંગણીઓની પુષ્ટિ કરતા આદેશો જારી કર્યા હતો. કંપની માને છે કે તેને યોગ્ય ડ્યુટી જમા કરાવી છે અને તેમનો પક્ષ મજબૂત છે. તેથી તે યોગ્ય અપીલ અધિકારી સમક્ષ અપીલ કરશે.
