(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
યુવા અભિનેત્રી તૃપ્તિ ડિમરી અત્યારે પ્રભાસ સ્ટારની ફિલ્મ સ્પિરિટમાં દીપિકા પદુકોણનું સ્થાન લે તેવી ચર્ચા થઇ રહી છે. તેણે અગાઉ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકીને આ ફિલ્મનો હિસ્સો હોવાની જાહેરાત કરી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે તૃપ્તિ ડિમરીએ આ ફિલ્મ માટે મોટી ફી વસૂલી છે. કહેવાય છે કે, એનિમલ ફિલ્મની લોકપ્રિયતા પછી ફિલ્મમાં કામ કરનારા અનેક પાત્રોની લોકપ્રિયતામાં વધારો થયો છે, જે પૈકી તૃપ્તિ ડિમરીને પણ લોકો ઓળખતા થયા છે.
તૃપ્તિ ડિમરીએ શ્રીદેવીને ફિલ્મ મોમથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું, પછી શ્રેયસ તલપડેની ફિલ્મ પોસ્ટર બોય્ઝમાં જોવા મળી હતી. તૃપ્તિએ બાબિલ ખાનની સાથે ફિલ્મ કલા અને અવિનાશ તિવારીની ફિલ્મ બુલબુલમાં પણ કામ કર્યું હતું.
2023માં રણબીર કપૂરની સાથે એનિમલમાં કામ કર્યા પછી તે સોશિયલ મીડિયા સ્ટાર બની જતાં તેના ચાહકો અને ફોલોઅર્સની સંખ્યા ગણતરીના દિવસોમાં એક મિલિયન પાર થઇ ગઇ હતી. હવે સ્પિરિટ ફિલ્મ સાઈન કરવા અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી ચૂકી છે, જ્યારે તેનો ચાર્જ પણ કંઈક લાખો રુપિયામાં છે.
એનિમલ ફિલ્મની સફળતા પછી તૃપ્તિએ પોતાની ફીમાં બે ગણો વધારો કર્યો છે, જ્યારે વિક્કી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝ માટે 80 લાખ વસૂલ્યા હતા. હવે એનાથી આગળ વધીએ તો ચાર કરોડની ફી લેવાની શરુઆત કરી છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે તેણે પોતાની એક ફિલ્મ માટે તો દસ કરોડ વસૂલ કરવાનું કહેવાય છે. 2023થી 2025ના સમયગાળા દરમિયાન તૃપ્તિએ પોતાની ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે, જે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટારકિડ કરતાં પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે જાહ્નવી કપૂર પોતાની ફિલ્મ માટે પાંચ કરોડથી વધુની ફી લે છે, તેણે દેવરા માટે પાંચ કરોડ લીધા હતા, જ્યારે અનન્યા પાંડેએ ત્રણ કરોડની ફી લીધી હતી.

LEAVE A REPLY