અસહ્ય ગરમી અને બફારા પછી ગુજરાતમાં સોમવાર, 16 ફેબ્રુઆરીએ ચોમાસું આગમન થયું હતું. સોમવાર સવારના રોજ પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 130 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આમાંથી 26 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગયા સપ્તાહે રાજકોટ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતમાં ડભોઈ અને વડોદરામાં આશરે છ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સંખેડામાં 4.9 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના ઉમરપાડા, ઉમરગામ અને ડાંગ-આહવામાં ૩.૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
મધ્ય ગુજરાતના શિનોરમાં 3.1 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના પાલનપુરમાં 2.8 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ખાંભામાં 2.6 ઈંચ, કામરેજમાં 2.4, માંગરોળમાં 2.2, વઘાઈમાં 2.2. તારાપુરમાં 2.1, વલભીપુરમાં 1.9 મેંદરડામાં 1.4 તથા વિસાવદર, કપરાડા, કેશોદ, વંથલીમાં પ્રત્યેક 1.3 ઇંચ, વડગામ, સતલાસણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર 1.1 ઇંચ, ડોલવણ શહેરમાં દરેક 1.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આણંદ, ઘોઘા, ધાનેરા, માંડવી, નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનારમાં 0.9 ઈંચ નોંધાયો હતો.
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે “આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગો, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે;”
