LONDON, ENGLAND - JUNE 3: British Health and Social Care Secretary Wes Streeting departs after a weekly cabinet meeting at 10 Downing Street on June 3, 2025 in London, England. (Photo by Leon Neal/Getty Images)

યુકેના હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે સોમવારે દેશની મેટરનિટી (પ્રસૂતિ) સર્વિસીઝમાં 15 કરતાં વધુ વર્ષથી ચાલી રહેલા કૌભાંડો મુદ્દે ‘ઝડપી રાષ્ટ્રીય તપાસ’ કરાવવાની જાહેરાત કરી હતી. આ અંગે સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે તેમણે ‘NHS (નેશનલ હેલ્થ સર્વિસ) દ્વારા પ્રસૂતિના કિસ્સામાં કાળજી લેવામાં બેદરકારીના કારણે દર્દીઓ-પરિવારજનોએ અનુભવેલી પીડા, માતાઓ તેમજ નવજાત બાળકોના મૃત્યુ અને કર્મચારીની દર્દીઓ પ્રત્યે અનુકંપા દાખવવામાં ખામીની ઘણી દર્દનાક ગાથાઓ’ સાંભળ્યા પછી તપાસનો આદેશ આપ્યો હતો.

તાજેતરના વર્ષોમાં પ્રસૂતિ યુનિટ્સમાં અપાતી સારવાર અંગેના શ્રેણીબદ્ધ રીપોર્ટમાં મહિલાઓ અને બાળકોની કાળજી લેવામાં બેદરકારી જોવા મળી હતી.

2022ના એક દર્દનાક રીપોર્ટમાં જણાયું હતું કે, સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં શ્રુસબરી અને ટેલ્ફોર્ડ હોસ્પિટલ ટ્રસ્ટમાં બેદરકારીના કારણે 20 વર્ષના સમયગાળામાં 201 બાળકો અને નવ માતાઓના મૃત્યુ થયા હતા. જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન અથવા તેના પછી તરત જ બ્રિટનમાં મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા બે દાયકા જેટલા સમયમાં તેના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.

સગર્ભા મહિલાનું મૃત્યુ, ગર્ભસ્થ બાળકનું મૃત્યુ અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ અને તે અંગેના કારણો પર નિરીક્ષણ કરી રહેલી સંસ્થા MBRRACE-UKના તારણો મુજબ, 2020-2022ના સમયગાળામાં આવી મહિલા-માતાઓનો મૃત્યુ દર પ્રતિ 1,00,000 પર 11.54 હતો. આ દર 2017-2019માં પ્રતિ 1,00,000 પર 8.79થી વધુ હતો અને 2003-2005 પછી સૌથી આ દર વધુ નોંધાયો હતો.

LEAVE A REPLY