મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગાયક-સંગીતકાર એ. આર. રહેમાન સાથે અભિનેતા વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્ના તેમની આગામી ફિલ્મ 'છાવા' ના આલ્બમ લોન્ચમાં હાજરી આપે છે. (ANI Photo)

બોલીવૂડ માટે 2025નો પ્રારંભ પ્રથમ મહિનાથી સારો ઘણો સારો થયો છે. કારણ કે છ મહિના વીતી ગયા છે અને ઘણી ફિલ્મ સારી ચાલી છે, અનેક ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સને આશા છે કે આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું સાબિત થશે. છેલ્લાં છ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ‘છાવા’એ એવો રેકોર્ડ બનાવ્યો છે અને એવી શરૂઆત કરી છે કે અન્ય ફિલ્મો માટે પણ સફળતાના રસ્તા ખોલી આપ્યા છે. આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી છે, ત્યારે હવે લોકોને આમિર ખાનની ‘સિતારેં ઝમીન પર’ પાસેથી પણ આવી જ આશા છે. અત્યારે આ ફિલ્મ જે રીતે ચાલી રહી છે, તેના પરથી જણાય છે કે તે હિટ જઇ રહી છે. વિશેષમાં પારિવારિક ફિલ્મો પસંદ કરતાં દર્શકો તેને પસંદ કરી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં પ્રથમ અઠવાડિયામાં જ દર્શકોમાં સૌથી વધુ આકર્ષક ઊભું કરનારી ફિલ્મોની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

1. છાવા

લક્ષ્મણ ઉટેકર દિગ્દર્શિત વિકી કૌશલની, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાની ‘છાવા’ અત્યાર સુધીમાં સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ છે. 14 ફેબ્રુઆરી, 2025એ રિલીઝ થયેલી આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે જ રૂ. 29.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. મહારાષ્ટ્રની પ્રાદેશિક વાર્તા અને મહત્વ આધારિત આ ફિલ્મ થોડાં જ દિવસોમાં લોકપ્રિય થઈ ગઈ હતી. આ ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ હતી. આ ફિલ્મની માઉથ પબ્લિસિટીના કારણે પહેલાં જ અઠવાડિયાનાં અંતે ફિલ્મે રૂ. 108 કરોડની કમાણી કરી લીધી અને 2025ની સૌથી મોટી ઓપનર બની ગઈ હતી.

2. હાઉસફુલ 5
અક્ષયકુમાર સહિતની મોટી સ્ટારકાસ્ટ ધરાવતી કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’નું દિગ્દર્શન તરુણ મનસુખાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પ્રથમ અઠવાડિયાની સૌથી વધુ કમાણી કરવામાં બીજા ક્રમે છે. 6 જુન, 2025એ રિલિઝ થયેલી આ ફિલ્મ પ્રથમ જ દિવસે 22 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને ત્રીજો સૌથી વધુ કમાણી કરતો પહેલો દિવસ મળ્યો હતો. બીજા દિવસે આ ફિલ્મે 28.75 કરોડની કમાણી કરી અને બંને દિવસને પાર કરીને પ્રથમ રવિવારે રૂ. 79 કરોડની કમાણી કરી હતી. જોકે, પછીના દિવસો આ ફિલ્મ માટે સામાન્ય રહ્યા હતા. પહેલાં વીકેન્ડને કારણે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પહોંચી ગઈ છે.

3. સિકંદર 71 કરોડ

સલમાન ખાનની એક્શનથી ભરપૂર ફિલ્મ સિકંદરનું દિગ્દર્શન એ. આર. મુર્ગાદોસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇદના વીકેન્ડમાં રિલીઝ થયેલી આ ફિલ્મ પહેલાં અઠવાડિયે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને છે. જેનો પ્રથમ દિવસનો બિઝનેસ રૂ. 25 કરોડ હતો. ફિલ્મને કેટલાંક નકારાત્મક પ્રતિસાદ મળ્યા હોવા છતાં સલમાન ખાનના સ્ટાર પાવર અને ઇદની રજાઓને કારણે ફિલ્મ પહેલાં અઠવાડિયે જ 71 કરોડની કમાણી કરી શકી હતી. જોકે, આ અઠવાડિયા પછી ફિલ્મ ખાસ ચાલી નહીં અને નબળી પજી ગઇ હતી, જે મુશ્કેલીથી કુલ રૂ. 100 કરોડ સુધીનો બિઝનેસ કરી શકી હતી.

4. સ્કાયફોર્સ
અક્ષયકુમાર અને વીર પહારિયાની ફિલ્મ સ્કાય ફોર્સ પ્રથમ અઠવાડિયે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી અને પહેલાં અઠવાડિયાના અંતે આ ફિલ્મે રૂ. 63.50 કરોડની આવક મેળવી હતી. જોકે, પછીના દિવસોમાં આ ફિલ્મની ગતિ પણ નબળી પડી ગઈ હતી.

5. સિતારેં ઝમીન પર
આમિર ખાન અભિનિત અને આર.એસ. પ્રસન્નાએ દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ સિતારેં ઝમીન પર આ યાદીમાં પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. 20 જુને આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો પ્રથમ દિવસ બિઝનેસ રૂ. 10.50 કરોડ નોંધાયો હતો. પહેલાં વીકેન્ડ પછી આ ફિલ્મને 56.50 કરોડની આવક થઈ છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનિલિયા દેશમુખ પણ છે. હજુ આવનારા દિવસોમાં આ ફિલ્મ કેવી ચાલે છે, તેના પર ઘણાની નજર છે.

 

LEAVE A REPLY