એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલની બેવડી સદીની મદદ ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. ગિલે 21 ફોર અને બે સિક્સની મદદથી 311 બોલમાં 200 રન કરીને ઇતિહાસ રચ્યો હતો.શુભમન ગિલે 200 રન નોંધાવ્યા ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 472 રન હતો. ગિલ ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. રવિન્દ્ર જાડેજા 89 રન પર આઉટ થયો થયો હતો.
પ્રથમ દિવસની રમતને અંતે ભારતે કેપ્ટન શુભમન ગિલની સદીની મદદથી 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યાં હતાં. બુધવારની રમતના અંત સુધીમાં શુભમન ગિલ 114 રન અને રવિન્દ્ર જાડેજા 41 રન સાથે ક્રીઝ પર હતાં અને બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો વિજય થોયો હતો.
મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.ભારતની પહેલી ઇનિંગની શરૂઆતમાં ઓપનર કેએલ રાહુલ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. કરુણ નાયર 50 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે 66 રનની ભાગીદારી થઈ. ઓપનર જયસ્વાલ 87 રન બનાવીને આઉટ થયો હતો.
મેચ પહેલા ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા હતા. નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપને ટીમમાં સામેલ કર્યા છે. સસ્પેન્સના અંતે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે લીડ્સ ટેસ્ટમાં રમનાર સાઈ સુદર્શન, શાર્દુલ ઠાકુર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી. લીડ્સની જેમ એજબેસ્ટનમાં પણ પુષ્કળ રન બની રહ્યા છે અને બોલિંગ એટેકમાં જસપ્રીત બુમરાહ ન હોવાથી ભારતને મેચ જીતવા માટે 500થી વધુનો સ્કોર બનાવવો પડશે.
ગિલ (216 બોલમાં 114 રન)એ શોએબ બશીરને સતત સ્વીપ શોટ મારીને પોતાની સાતમી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી. હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટમાં પણ ગિલે સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને ક્રીઝ પર હતો.. બંનેએ 142 બોલમાં 99 રનની ભાગીદારી કરી હતી.
