(ANI Photo)

હોલિવુડ વોક ઓફ ફેમ સ્ટાર મેળવનારી દીપિકા પાદુકોણ પ્રથમ ભારતીય અભિનેત્રી બની હતી. આ વર્ષે હોલિવૂડ વૉક ઓફ ફેમ 2026ના સ્ટાર્સમાં તેનો સમાવેશ કરવાની ગુરુવારે જાહેરાત કરાઈ હતી.

આ યાદીમાં માઇલી સાયરસ ઉપરાંત, એમિલી બ્લન્ટ, ફ્રેન્ચ એક્ટ્રેસ મેરીયન કોટીલાર્ડ, કેનેડિયન એક્ટ્રેસ રેશેલ મેકએડમ્સ, ઇટાલિયન લિજેન્ડ ફ્રેંકો નીરો તેમજ સેલેબ્રિટી શેફ ગોર્ડન રામસે, રામી મલેક, સ્ટેનલી ટુશી અને ડેમી મુરનો પણ સમાવેશ કરાયો હતો.

ધ હોલિવૂડ ચેમ્બર ઓફ કોમર્સની વૉક ઓફ ફેમ સિલેક્શન પેનલ દ્વારા દુનિયાભરના સેંકડો નોમિનેશન્સમાંથી દીપિકાની પસંદગી કરાઈ હતી

દીપિકાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો સ્ટાર મેળવવા માટે ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યા હતા. તેની પહેલાં 1960માં સાબુ દસ્તગિરનું નામ આ યાદીમાં જોડાયું હતું, જેઓ એક હાથીના મહાવતના પુત્ર હતા અને 1937માં એમેરિકન ફિલ્મ મેકર રોબર્ટ ફ્લેહર્ટી દ્વારા તેમની ફિલ્મ ‘એલિફન્ટ બોય’ માટે તેની પસંદગી થઈ હતી, જે રુદયાર્ડ કિપલિંગના પુસ્તક પર આધારીત હતી.

દીપિકાએ 2017માં હોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેને ‘ટ્રીપલ એક્સઃ રીટર્ન ઓફ ઝેન્ડર કેજ’માં વિન ડિઝલ સાથે કામ કર્યું હતું.

LEAVE A REPLY