
પોસ્ટ ઓફિસ કૌભાંડની સબ-પોસ્ટમાસ્ટરો પર વિનાશક અસર પડી હતી એમ પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી ઇન્ક્વાયરી રિપોર્ટના પ્રથમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસના વડાઓને અંદેશો હતો કે ખામીયુક્ત હોરાઇઝન આઇટી સોફ્ટવેર નાણાંની ઘટ માટે જવાબદાર હતું, પરંતુ સબ-પોસ્ટમાસ્ટરો પર કાર્યવાહી કરતી વખતે તેનો ડેટા હંમેશા સચોટ જ હશે તેવી કલ્પના જાળવી રાખી હતી એમ સત્તાવાર તપાસમાં બહાર આવ્યું છે.
આ રિપોર્ટમાં આ કૌભાંડ 13 લોકોને આત્મહત્યા તરફ દોરી ગયું હોવાની અને વળતર મેળવવા માંગતા લોકોની ભયાનક મુશ્કેલીઓની પણ ટીકા કરવામાં આવી હતી.
ટ્રેડ સેકર્ટેરી જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે તપાસનો અહેવાલ સબ-પોસ્ટમાસ્ટરો અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હું અન્યાયનો ભોગ બનેલા સબ-પોસ્ટમાસ્ટરોને સંપૂર્ણ, ન્યાયી અને તાત્કાલિક વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છું. સર વેનના અહેવાલમાં સમાવિષ્ટ ભલામણો પર કાળજીપૂર્વક ચિંતન કરવાની જરૂર છે, જેમાં નિવારણ યોજનાઓ પૂર્ણ કરવા માટે આગળની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. સરકાર સંસદમાં આ ભલામણો અંગે તાત્કાલિક સંપૂર્ણ જવાબ આપશે.”
ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટર જો હેમિલ્ટને કહ્યું હતું કે 160 પાનાનો અહેવાલ પોસ્ટ ઓફિસના વડાઓ દ્વારા જે ભયાનકતા ફેલાવાઇ હતી તેનું સંપૂર્ણ પ્રમાણ દર્શાવે છે.
પોસ્ટ ઓફિસે ઇતિહાસના શરમજનક સમયગાળા માટે “અનિશ્ચિત” માફી માંગી છે. છેલ્લા 15 વર્ષોમાં, 900થી વધુ સબ-પોસ્ટમાસ્ટરો પર ખોટા હિસાબ, ચોરી અને છેતરપિંડી બદલ ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી જે યુકેના ઇતિહાસમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડમાંની એક હોવાનું માનવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી ઇન્ક્વાયરી રિપોર્ટનો પહેલો ભાગ ઓછામાં ઓછા ૧,૦૦૦ પોસ્ટમાસ્ટરો સામે લગાવવામાં આવેલા ખોટા આરોપોના “વિનાશક” પ્રભાવને દર્શાવે છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી ઇન્ક્વાયરી રિપોર્ટના ચેરમેન સર વેન વિલિયમ્સે નિષ્કર્ષ કાઢ્યો હતો કે પોસ્ટ ઓફિસ અને સોફ્ટવેરના ડેવલપર્સ ફુજીત્સુ જાણતા હતા કે તેઓ ખોટા હોઈ શકે છે તેમ છતાય હોરાઇઝન આઇટી સિસ્ટમના પુરાવાઓના આધારે પોસ્ટમાસ્ટર્સ પર ખોટા કાયદાકીય પગલા ભરવામાં આવ્યા હતા. આ કૌભાંડના કારણે 59 લોકોએ પોતાનું જીવન સમાપ્ત કરવાનો વિચાર કર્યો હતો. જેમાંથી 10 લોકોએ આત્મહત્યાનો ઓછામાં ઓછો એક પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય પોસ્ટમાસ્ટર અને પરિવારના સભ્યો હતાશા, કૌટુંબિક વિરામ, છૂટાછેડા, નાદારી અને વ્યક્તિગત દુર્વ્યવહાર સહિત દારૂના રવાડે ચઢી ગયા હતા અને માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓથી પીડાતા થઇ ગયા હતા.’’
પોસ્ટ ઓફિસ, ફુજીત્સુ અને મિનિસ્ટર્સના વરિષ્ઠ મેનેજમેન્ટના વર્તન અંગે ભલામણો આગામી અહેવાલમાં આવશે, પરંતુ સર વેન સ્પષ્ટ છે કે અન્યાયી અને ખામીયુક્ત કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી હતી.
આ રિપોર્ટમાં કૌભાંડથી પ્રભાવિત લોકોના 17 કેસ સ્ટડીનો સમાવેશ થાય છે, જેમાં કેટલાકે તો પહેલાં ક્યારેય જાહેરમાં વાત કરી નથી. તેમાં લી કેસલટનની પુત્રી મિલી કેસલટનનો સમાવેશ થાય છે, જે પ્રથમ પોસ્ટમાસ્ટરોમાંના એક છે. તેણીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેના પરિવારને “ચોર અને જૂઠા” તરીકે ઓળખવામાં આવતા તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી હતી અને બીમારીને કારણે તેણીને યુનિવર્સિટી છોડી દેવાની ફરજ પડી હતી. હું ક્યારેય કુદરતી વિશ્વાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ થઈ શકીશ નહીં. પરંતુ મારો પરિવાર હજુ પણ લડી રહ્યો છે. હું હજુ પણ લડી રહી છું.”
તપાસની ભલામણો
પોસ્ટમાસ્ટર્સને “સંપૂર્ણ અને ન્યાયી વળતર” સુનિશ્ચિત કરવા માટે સરકાર અને પોસ્ટ ઓફિસ તરફથી તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરતા રિપોર્ટમાં કુલ 19 ભલામણો કરવામાં આવી છે જેમાંની મુખ્ય ભલામણો આ મુજબ છે.
- સરકાર અને પોસ્ટ ઓફિસ ચૂકવણી માટે સંમતી સાધવામાં આવે ત્યારે ઉપયોગમાં લેવાતા “સંપૂર્ણ અને ન્યાયી” વળતરની વ્યાખ્યા પર સંમત થવું જોઇએ.
- પેઆઉટ્સના મૂલ્યને ઘટાડતી પ્રારંભિક ઓફરો પ્રત્યે “બિનજરૂરી રીતે વિરોધી વલણ”નો અંત લાવવો, અને ચારેય વળતર યોજનાઓમાં સુસંગતતા સુનિશ્ચિત કરવી.
- જાહેર સંસ્થાઓ દ્વારા અન્યાય કરાયેલા લોકોને નાણાકીય વળતર આપવા માટે એક સ્થાયી સંસ્થાની રચના કરવી.
- ગંભીર નકારાત્મક પરિણામો ભોગવનારા અસરગ્રસ્તોના નજીકના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવે.
- પોસ્ટ ઓફિસ, ફુજીત્સુ અને સરકાર પુનઃસ્થાપન ન્યાય (રીસ્ટોરેટીવ રસ્ટીસ) માટે એક કાર્યક્રમ પર સંમત થવુ. આ એક એવી પ્રક્રિયા છે જે નુકસાન કરનારા અને નુકસાન સહન કરનારાઓને એકસાથે લાવશે.
ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા લોકોની હાલત કફોડી થઇ હતી
સર વેને પોતાના અહેવાલમાં લખ્યું હતું કે “કૌભાંડમાં ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવેલા લોકો તેમના સ્થાનિક સમુદાયોમાં પ્રતિકૂળ અને અપમાનજનક વર્તનનો ભોગ બન્યા હતા અને શરમ અનુભવતા હતા, અને કેટલાકને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પત્નીઓ, પતિઓ, બાળકો અને માતાપિતાએ તકલીફ, ચિંતા અને ઘરના જીવનમાં, રોજગાર અને શિક્ષણમાં વિક્ષેપના સ્વરૂપમાં ખૂબ જ નોંધપાત્ર વેદના સહન કરી હતી. ઘણા કિસ્સાઓમાં, જીવનસાથીઓ સાથેના સંબંધો તૂટી ગયા હતા અને છૂટાછેડા થયા હતા. તો સૌથી ગંભીર કિસ્સાઓમાં, પરિવારના સભ્યો માનસિક બીમારીઓ અથવા માનસિક સમસ્યાઓ અને ખૂબ જ નોંધપાત્ર નાણાકીય નુકસાનનો ભોગ બન્યા હતા. તેમની વેદના તીવ્ર રહી છે.”
અન્યાય સામે લડતા આપવાની સબ-પોસ્ટમાસ્ટરોની ‘બહાદુરી’ની સરકારે સરાહના કરી
સબ-પોસ્ટમાસ્ટરોની ‘બહાદુરી’ની સરકારે સરાહના કરી જાહેરાત કરી હતી કે હોરાઇઝન કૌભાંડના ભોગ બનેલા પોસ્ટમાસ્ટર્સના પરિવારના સભ્યો પણ વળતર માટે પાત્ર બને છે.
પોસ્ટ ઓફિસ મિનિસ્ટર્સ ગેરેથ થોમસે કહ્યું હતું કે ‘’આ યોજના હાલના હોરાઇઝન દાવેદારોના નજીકના પરિવારના સભ્યો માટે ખુલ્લી રહેશે જેમણે પોતે તેમના સંબંધીઓના દુઃખને કારણે વ્યક્તિગત ઈજા – માનસિક તકલીફો સહન કરી હતી. હોરાઇઝનથી સૌથી વધુ પ્રતિકૂળ અસર પામેલા લોકોના નજીકના પરિવારના સભ્યોને નાણાકીય વળતર પૂરું પાડવામાં આવશે. અમે તે પરિવારના સભ્યોની સંભાળ રાખવા માંગીએ છીએ જેમણે સૌથી વધુ સહન કર્યું છે.’’
ગેરેથ થોમસે કહ્યું હતું કે ‘’ખોટા હિસાબ અને ચોરીના ખોટા આરોપો લગાવવાથી તેઓ તણાવમાં મુકાયા હતા. સરકાર રિપોર્ટમાં દર્શાવેલ પીડિતો પરની માનવીય અસરને સ્વીકારે છે અને સરકાર આ ભલામણોનો તાત્કાલિક જવાબ આપશે અને 10 ઓક્ટોબરની સમયમર્યાદા પહેલા તે પૂર્ણ કરશે. પોસ્ટ ઓફિસ કૌભાંડનો ખુલાસો થયાના પ્રથમ હાઇકોર્ટના કેસના ચાર વર્ષ પછી, માત્ર 2,500 સબ-પોસ્ટમાસ્ટરોને અંતિમ સમાધાન મળ્યું છે જે દુ:ખદ છે.’’
