અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસનો અંતિમ રીપોર્ટ બહાર આવ્યા પછી જ સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે. ગત 12 જુનના રોજ એર ઈન્ડિયાની અમદવાદ-લંડનની ફ્લાઈટ 171 દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી.એએઆઈબી (AAIB) દ્વારા આ ઘટનાનો પ્રાથમિક રીપોર્ટ શનિવારે જાહેર કરવામાં આવ્યો છે. નાયડુએ કહ્યું હતું કે આ રીપોર્ટની તપાસ ચાલી રહી છે, પરંતુ અકસ્માતનું સાચું કારણ અંતિમ રીપોર્ટમાં જ ખૂલશે. 15 પાનાંનો જે પ્રાથમિક રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેનું મંત્રાલય દ્વારા વિશ્લેષણ થઇ રહ્યું છે. અમે AAIB સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી તેમનાથી જરૂરી સહાયતા મળી શકે. આશા છે કે અંતીમ રિપોર્ટ ઝડપથી મળશે જેથી કોઈ નિષ્કર્ષ પર આવી શકાય.
