બહુપતિ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પ્રાચીન બહુપતિ પ્રથા હેઠળ હિમાચલપ્રદેશના શિલ્લાઈ ગામમાં હાટ્ટી સમુદાયના બે ભાઈઓએ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારંભના સેંકડો લોકો સાક્ષી બન્યાં હતાં. રાજ્યના સિરમૌર જિલ્લાના ટ્રાન્સ-ગિરી વિસ્તારમાં 12 જુલાઈથી શરૂ થયેલા અને ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં સ્થાનિક લોકગીતો અને નૃત્યોનો નવો રંગ ઉમેર્યો હતાં. લગ્ન સમારોહના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતાં.

દુલ્હન સુનિતા ચૌહાણ અને વરરાજા પ્રદીપ અને કપિલ નેગીએ જણાવ્યું હતું કે તેમણે કોઈપણ દબાણ વિના આ નિર્ણય કર્યો હતો.

હિમાચલપ્રદેશના મહેસૂલ કાયદાઓ આ પ્રાચીન પરંપરાને માન્યતા આપે છે અને તેને “જોડીદરા”થી ઓળખે છે. ટ્રાન્સ-ગિરીના બધાના ગામમાં છેલ્લા છ વર્ષમાં આવા પાંચ લગ્ન થયા છે.કુન્હટ ગામની રહેવાસી સુનિતાએ કહ્યું કે તે પરંપરાથી વાકેફ હતી અને કોઈપણ દબાણ વિના પોતાનો નિર્ણય લીધો હતો. તે તેમના બંધનનો આદર કરે છે.

શિલ્લાઈ ગામનો પ્રદીપ સરકારી વિભાગમાં નોકરી કરે છે જ્યારે તેનો નાનો ભાઈ કપિલ વિદેશમાં નોકરી કરે છે. પ્રદીપે જણાવ્યું હતું કે “અમે જાહેરમાં પરંપરાનું પાલન કર્યું છે કારણ કે અમને તેના પર ગર્વ છે અને તે સંયુક્ત નિર્ણય હતો.કપિલે કહ્યું હતું કે તે વિદેશમાં રહે છે, પરંતુ આ લગ્ન દ્વારા અમે એક સંયુક્ત પરિવાર તરીકે અમારી પત્ની માટે ટેકો, સ્થિરતા અને પ્રેમ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.

હાટ્ટી હિમાચલપ્રદેશ-ઉત્તરાખંડ સરહદ પર એક નાનકડો સમુદાય છે અને ત્રણ વર્ષ પહેલાં તેને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અપાયો હતો. આ જનજાતિમાં સદીઓથી બહુપતિત્વ પ્રથા પ્રચલિત હતી, પરંતુ મહિલાઓમાં સાક્ષરતામાં વધારો અને આ પ્રદેશમાં સમુદાયોના આર્થિક ઉત્થાનને કારણે, બહુપતિત્વના કિસ્સાઓ નોંધાયા ન હતાં.ગામના વડીલોએ જણાવ્યું હતું કે આવા લગ્ન ગુપ્ત રીતે કરવામાં આવે છે અને સમાજ દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ આવા કિસ્સાઓ ઓછા છે.

સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં લગભગ 450 ગામોમાં હાટ્ટી સમુદાયના લગભગ ત્રણ લાખ લોકો રહે છે અને કેટલાક ગામોમાં બહુપત્નીત્વ હજુ પણ એક પરંપરા છે. ઉત્તરાખંડના આદિવાસી વિસ્તાર જૌનસર બાબર અને હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નૌરમાં પણ આ પરંપરા પ્રચલિત હતી.

LEAVE A REPLY