મેચ
પ્રતિકાાત્મક તસવીર (istockphoto.com)

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025ની ઇન્ડિયન ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ રવિવાર, 20 જુલાઇએ લોકોના ભારે આક્રોશને કારણે રદ કરવી પડી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેની મેચમાં ભાગ લેનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સામે સોશિયલ મીડિયા પર ચાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ મેચ રવિવાર, 20 જુલાઈના રોજ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાનારી હતી. જોકે વ્યાપક આક્રોશને કારણે આયોજકોએ રમત રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

આ નિર્ણય પછી પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું ચાલુ રાખશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. જોકે, પાકિસ્તાન ચેમ્પિયન્સના માલિક કામિલ ખાને પુષ્ટિ આપી હતી કે T20 ટુર્નામેન્ટ યોજના મુજબ ચાલુ રહેશે અને સમયપત્રકમાં કોઈ ફેરફાર થશે નહીં. આ T20 સ્પર્ધાની ફાઇનલ 2 ઓગસ્ટ, 2025ના રોજ રમાશે.

અગાઉ ઘણા પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને યુસુફ પઠાણે ચોતરફી ટીકાનો સામનો કર્યા બાદ આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતાં. શિખર ધવને આ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મારો દેશ મારા માટે સર્વોપરી છે અને દેશથી મોટું કંઈ નથી.’

WCLએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે WCLમાં અમે હંમેશા ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા આવ્યા છીએ અને અમારો એકમાત્ર હેતુ પ્રેક્ષકોને કેટલીક સારી અને ખુશીની ક્ષણો આપવાનો રહ્યો છે. જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને તાજેતરમાં ભારત-પાકિસ્તાન વોલીબોલ મેચ સહિત કેટલીક અન્ય રમતોમાં બંને દેશો વચ્ચે મેચો છે ત્યારે અમે WCLમાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરીને લોકો માટે કેટલીક યાદગાર અને ખુશ ક્ષણો બનાવવાનું વિચાર્યું હતું.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ની આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓપ લિજેન્ડ્સની બીજી સિઝન છે જેમાં બોલિવૂડ સ્ટાર અજય દેવગણ સહમાલિકી ધરાવે છે. 18મી જુલાઈથી અહીંના એજબસ્ટન ખાતે આ લીગનો પ્રારંભ થયો હતો અને તેની ફાઇનલ મેચ બીજી ઓગસ્ટે રમાનારી છે.ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમ તેમાં ભાગ લઈ રહી છે અને તેનો સુકાની 2011ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજસિંઘ છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં શિખર ધવન, હરભજનસિંઘ, ઇરફાન અને યુસુફ પઠાણ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને વરુણ એરોન જેવા ખેલાડીઓ રમી રહ્યા છે.

LEAVE A REPLY