Action Images via Reuters/Ed Sykes

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંતે ભારત મુશ્કેલીમાં મુકાયું હતું. ભારતની ટીમે પ્રથમ ઇનિંગમાં બનાવેલા 358 રન સામે ઇંગ્લેન્ડે 669નો જંગી સ્કોર ખડો કરીને ભારત સામે 311 રનની લીડ મેળવી હતી. જોકે કેપ્ટન શુભમન ગિલ અને કે એલ રાહુલે લડાયક બેટિંગ કરતા ભારત આ મેચ બચાવી શકે તેવી શક્યતા ઊભી થઈ હતી.

ચોથા દિવસની રમતમાં ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ ઓપનિંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન શૂન્ય રને પેવેલીયન ભેગા થઈ ગયા હતાં. જોકે કે.એલ.રાહુલ અને શુભમન ગિલે બાજી સંભાળતા ચોથા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 2 વિકેટે 174 રને પહોંચ્યા હતો. ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે બે વિકેટ ઝડપી હતી. હવે ભારતે પ્રથમ ઈનિંગમાં 358 અને બીજી ઈનિંગના 174 સહિત કુલ 532 રન નોંધાવ્યા બાદ ઈંગ્લેન્ડે ખડકેલા 669 રનોથી 137 રન પાછળ હતું.

પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રોલે અને બેન ડકેટે વિશાળ ભાગીદારી નોંધાવતાં ઇંગ્લેન્ડે મજબૂત પ્રારંભ કર્યો હતો. ઇંગ્લેન્ડે કેપ્ટન બેન સ્ટોક્સના શાનદાર 141 રનની મદદથી 669નો જંગી સ્કોર ખડો કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે આ ઇનિંગ્સમાં તેના મોખરાના ચાર બેટરે 50 વધુ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ગુરુવારે ઓપનર ઝેક ક્રોલેએ 84 અને બેન ડકેટે 94 રન ફટકાર્યા હતાં તો ત્રીજા ક્રમના ઓલિ પોપે 71 અને રૂટે 150 રન ફટકાર્યા હતા. ભારત માટે બંને સ્પિનર વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા બે બે વિકેટ સાથે સફળ બોલર રહ્યાં હતાં.

 

LEAVE A REPLY