(ANI Photo)

ઇન્ડિયન આર્મી અંગેની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે સોમવાર, 4 જુલાઇએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બરાબરના ખખડાવ્યા હતા. રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ટિપ્પણી કરી હતી કે “ચીની સૈનિકો અરુણાચલપ્રદેશમાં ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે”. તેમના આ નિવેદનને પગલે તેમની સામે લખનૌ કોર્ટમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ થયો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી પર સ્ટે આપ્યો હતો પરંતુ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો.

રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2022માં અરુણાચલપ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીન આર્મીના સંઘર્ષના સંદર્ભમાં આ ટીપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો તમે સાચા ભારતીય હોત તો આ પ્રકારના નિવેદનો આપ્યા ન હોત. તમે વિપક્ષ નેતા છો. સંસદમાં સવાલો ઉઠાવવાના બદલે સોશિયલ મીડિયા પર આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તમને કેવી રીતે ખબર છે કે ચીને ભારતની 2000 કિમી જમીન પર કબજો મેળવ્યો છે. જ્યારે પણ સરહદ પર તણાવની સ્થિતિ હોય ત્યારે કોઈ સાચો ભારતીય હોય તે, આ પ્રકારના નિવેદનો આપે નહીં.

જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમારી પાસે ફ્રિડમ ઓફ સ્પીચનો હક છે, તો તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ કહેશો. તેમણે જે પણ ટીપ્પણીઓ કરી, શું તેનો વિશ્વસનીય આધાર છે તેમની પાસે?

 

LEAVE A REPLY