પ્રતિકાત્મક તસવીર (istockphoto)

રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા ભારત ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતમાંથી માત્ર 0.2 ટકા રશિયાથી આયાત કરતું હતું, પરંતુ હાલમાં કુલ ખરીદીમાંથી 35થી 40 ટકા આયાત કરે છે. ચીન પછી ભારત રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ક્રૂડ ઓઇલની આયાતમાં આ વધારાથી ભારત ટ્રમ્પની નજરે ચડ્યું છે. અગાઉ નાટોના દેશો પણ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર ભારતને ચેતવણી આપી હતી.

ભારત ઐતિહાસિક રીતે તેનું મોટાભાગનું ક્રુડ ઓઇલ મધ્ય પૂર્વમાંથી ખરીદતું હતું, જેમાં ઇરાક અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. જોકે, ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતીં. ચીન અને અમેરિકા પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ કરી હતી.

આ મહિને, રશિયાએ ભારત દ્વારા આયાત કરાયેલા કુલ ક્રૂડ ઓઇલનો 36 ટકા જથ્થો પૂરો પાડ્યો હતો. આ ક્રુડ ઓઇલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં રૂપાંતરિત કરે અને બીજા દેશોમાં નિકાસ કરે છે.

LEAVE A REPLY