માઇગ્રેશન

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર નેટ માઇગ્રેશનના કારણે જૂન 2024 સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 75 વર્ષમાં બીજા ક્રમનો સૌથી મોટો એટલે કે 706,881નો વસ્તી વધારો જોવા મળ્યો છે.

આ વધારાથી વસ્તી 61.8 મિલિયન થઈ ગઈ છે, જે વાર્ષિક 1.2 ટકાનો વધારો દર્શાવે છે – જે દાયકાના સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આ વધારા પાછળ કુદરતી વૃદ્ધિ (જન્મ અને મૃત્યુ) આ વધારામાં માત્ર 2 ટકા હિસ્સો ધરાવે છે.

વિદેશી વિદ્યાર્થીઓ અને કેર વર્કર્સ પરના વિઝા પ્રતિબંધોને કારણે, ડિસેમ્બર 2024 સુધીમાં નેટ માઇગ્રેશન ઘટીને 431,000 થઈ ગયું છે. લેબર સરકાર હવે નિયમોને વધુ કડક બનાવી રહી છે, જેમાં અભ્યાસ પછીના કાર્યકાળ (PSW) ને બે વર્ષથી ઘટાડીને 18 મહિના કરવાનો સમાવેશ થાય છે.

હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ સરકારની નીતિઓને આ વધારા માટે જવાબદાર ઠેરવી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વર્તમાન વૃદ્ધિ મુખ્યત્વે નીચા જન્મ દરને કારણે સ્થળાંતર દ્વારા પ્રેરિત છે.

LEAVE A REPLY