બિલીયોનેર હોટેલ ઉદ્યોગપતિ સુરિન્દર અરોરાએ હીથ્રો એરપોર્ટની સત્તાવાર વિસ્તરણ યોજનાના એક હરીફ તરીકે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં તેમણે હીથ્રો વેસ્ટ યોજનાના ભાગ રૂપે 2,800-મીટરના ટૂંકા ત્રીજા રનવે માટે પોતાની બિડ સબમિટ કરી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બેક્ટેલ સાથે વિકસાવવામાં આવેલી તેમની યોજનાનો હેતુ M25 મોટરવેને ડાયવર્ટ કરવાનું ટાળવાનો છે. જે ખર્ચ, વિક્ષેપ અને જોખમ ઘટાડી શકે છે. તેનાથી વિપરીત, હીથ્રોની મૂળ યોજનામાં M25 પર ટનલ બનાવવાની જરૂર છે અને હવે તે વધતા ખર્ચનો સામનો કરી રહી છે, જે પ્રારંભિક £14 બિલિયન અંદાજ કરતાં વધુ હોઈ શકે છે.

અરોરાના પ્રસ્તાવમાં કુલ ખર્ચ £25 બિલિયન કરતાં ઓછો આવવાનો અંદાજ છે, જેમાં 2035 સુધીમાં નવો રનવે કાર્યરત થશે અને 2040 સુધીમાં બે તબક્કામાં ટર્મિનલ ખુલશે. તેઓ સમયસર અને બજેટમાં પ્રોજેક્ટ્સ પહોંચાડવાના રેકોર્ડ પર ભાર મૂકે છે અને બાહ્ય બિડ સ્વીકારવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરે છે.

હીથ્રોએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેઓ પોતાની અપડેટ કરેલી યોજના સબમિટ કરવાના છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇદી એલેક્ઝાન્ડર તમામ સબમિશનની સમીક્ષા કરશે. જ્યારે કેટલાક લોકો આ સ્પર્ધાનું સ્વાગત કરે છે, ત્યારે ટીકાકારો ત્રીજા રનવે થકી પર્યાવરણીય નુકસાન, રહેઠાણના વિસ્થાપન અને કરદાતાઓ માટેના નાણાકીય જોખમ વિશે ચેતવણી આપે છે.

આ ઉપરાંત કાનૂની પડકારો, ભૂતકાળમાં વિલંબ અને રાજકીય પ્રતિકાર મુખ્ય અવરોધો છે, જોકે વર્તમાન સરકારે પર્યાવરણની આબોહવા પ્રતિબદ્ધતાઓ સાથે વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક સમર્થન વ્યક્ત કર્યું છે.

LEAVE A REPLY