અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા પછી વોલમાર્ટ, એમેઝોન, ટાર્ગેટ અને ગેપ સહિતના મુખ્ય યુએસ રિટેલર કંપનીઓએ ભારતથી ઓર્ડર અટકાવી દીધા હતાં. ભારતીય નિકાસકારોને યુએસ ખરીદદારો તરફથી પત્રો અને ઇમેઇલ્સ મળ્યા હતાં, જેમાં વિનંતી કરાઇ હતી કે તેઓ આગામી નોટિસ સુધી તૈયાર વસ્ત્રો અને ટેક્સટાઇલ્સના શિપમેન્ટને સ્થગિત કરે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ખરીદદારો ખર્ચનો બોજ સહન કરવા તૈયાર નથી અને ભારતીય નિકાસકારો ખર્ચ સહન કરે તેવું ઇચ્છે છે.ઊંચા ટેરિફથી ખર્ચમાં 30 ટકાથી 35 ટકાનો વધારો થવાની ધારણા છે. તેનાથી યુએસ-બાઉન્ડ ઓર્ડરમાં 40 ટકાથી 50 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લગભગ $4-5 બિલિયનનું નુકસાન થઈ શકે છે.વેલસ્પન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટ્સ, ઇન્ડો કાઉન્ટ અને ટ્રાઇડેન્ટ જેવા ભારતીય મુખ્ય નિકાસકારો યુએસમાં લગભગ 40 ટકાથી 70 ટકા વેચાણ કરે છે.
