
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરે ખાતેના કેપ્સ કાફે પર 25 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. એક મહિનામાં બીજી વખતે આ કાફેને ટાર્ગેટ કરાયું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજાના અહેવાલ મળ્યાં નથી, પરંતુ તેનાથી ગભરાય ફેલાયો હતો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાક લોકો કારમાં બેસીને કાફે તરફ ગોળીબાર કરતા જોવા મળે છે. આ દરમિયાન ગોલ્ડી ઢિલ્લન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી હતી. તેને સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે આ હુમલો તેની ગેંગે કર્યો હતો.
અગાઉ 10 જુલાઈએ કપિલ શર્માના કાફે પર પણ ગોળીબાર થયો હતો. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે હરજીત સિંહ લાડ્ડીએ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે કપિલ શર્માના શોમાં એક સહભાગીએ નિહંગ શીખોના પરંપરાગત પોશાક અને આચરણ પર કેટલીક “રમૂજી” ટિપ્પણીઓ કરી હતી જેનાથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી. કોમેડીના આડમાં કોઈ ધર્મ કે આધ્યાત્મિક ઓળખની મજાક ઉડાવી શકાય નહીં. શીખ સમુદાયે કપિલ શર્માના મેનેજરને ઘણી વાર ફોન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. કપિલ શર્માએ જાહેરમાં માફી કેમ ન માંગી.
