પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઇમિગ્રેશન નીતિઓને લઈને કડક વલણ અપનાવ્યું છે, જેની સીધી અસર ભારતીય એચ–વનબી વિઝાધારકો અને તેમના બાળકો પર થશે. “ન્યૂઝફર્સ્ટ”ના અહેવાલ મુજબ, ટ્રમ્પ શાસન દ્વારા એવો નિર્ણય લેવાઈ રહ્યો છે જેનાથી ભારતીય એચ–વનબી ધારકોના એવા બાળકો કે જેઓ અમેરિકાની બહાર જન્મ્યા છે અને દાયકાઓ લાંબા બેકલોગમાં ફસાયેલા છે, તેમને ૨૧ વર્ષની ઉંમર બાદ ગ્રીન કાર્ડ માટે અયોગ્ય ગણવામાં આવશે. આ નિર્ણયને કારણે, ૨૧ વર્ષ પછી તેઓ અમેરિકામાં કાયદેસરનો દરજ્જો ગુમાવી દેશે.

આ નિર્ણયથી હજારો ભારતીય પરિવારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. હાલમાં એચ–વનબી વિઝાધારકોના બાળકો, જેમને ‘ડ્રીમર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમના માતા-પિતાના સ્ટેટસ પર ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, નવા નિયમ મુજબ, ૨૧ વર્ષની ઉંમર થતાં જ તેમને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવશે અને તેમને અમેરિકા છોડવું પડી શકે છે.

આ નિર્ણયને ‘ટ્રમ્પ બ્લોક’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે અને તેના કારણે ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભારતીય એચ–વનબી ધારકો વર્ષોથી અમેરિકામાં કામ કરી રહ્યા છે અને તેમના બાળકોનું ભવિષ્ય પણ અમેરિકા સાથે જોડાયેલું છે. આ નવા નિયમથી તેમના ભવિષ્ય પર મોટું પ્રશ્નચિહ્ન લાગી ગયું છે. ટ્રમ્પનું આ પગલું ઇમિગ્રેશન પર કડક નિયંત્રણો લાગુ કરવાની તેમની નીતિનો એક ભાગ માનવામાં આવે છે.

LEAVE A REPLY