મિનિસ્ટર

ઇસ્ટ લંડનમાં પોતાની માલિકીની મિલકતના ભાડામાં વધારા અંગે દંભના આરોપો બાદ હોમલેસનેસ મિનિસ્ટર રૂશનારા અલીએ રાજીનામું આપી દીધું છે. આઇ પેપરમાં ખુલાસો થયો છે કે અલીએ મિલકત વેચવા માટે ભાડૂઆત સાથેના કરારો સમાપ્ત કર્યા હતા, તેના છ મહિના પછી તેમણે ફરીથી £700ના વધારા સાથે ઘર ભાડે આ પવા મુક્યું હતું. આ કાર્યવાહી સરકારના રેન્ટર્સ રાઇટ બીલ હેઠળ પ્રતિબંધીત છે.

રાજીનામા પત્રમાં, અલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે “બધી કાનૂની આવશ્યકતાઓનું પાલન કર્યું છે” પરંતુ સ્વીકાર્યું હતું કે આ વિવાદ વિક્ષેપ બની ગયો છે. વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે વેગ્રન્સી એક્ટ રદ કરવા સહિતના તેમના “ખંતપૂર્ણ” કાર્યો માટે તેમનો આભાર માન્યો હતો.

લંડન રેન્ટર્સ યુનિયન અને રેન્ટર્સ રિફોર્મ કોએલિશન સહિતના ટીકાકારોએ તેમના પગલાંને “અનિશ્ચિત” અને હિતોનો સંઘર્ષ ગણાવ્યો હતો. અંતિમ સંસદીય તબક્કામાં રહેલું આ બિલ વેચાણ માટે ભાડૂઆત કરાર સમાપ્ત કર્યાના છ મહિનાની અંદર ફરીથી ભાડે આપવા પર પ્રતિબંધ મૂકશે.

અલી પદ સંભાળ્યા પછી સ્ટાર્મરની સરકાર છોડનારા છઠ્ઠા મંત્રી છે, જે સરકારની છાપ બગાડે છે.

LEAVE A REPLY