ઋષિકેશના વિખ્યાત સંત અને પરમાર્થ નિકેતનના સ્થાપક પૂજ્ય ચિદાનંદ સરસ્વતીએ તાજેતરમાં ચટ્ટનૂગા, ટેનેસીમાં આવેલા શ્રી સનાતન મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક ભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો.
આ પ્રસંગે મંદિરમાં એક પ્રેરણાદાયક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પૂજ્ય સ્વામીજીએ એકત્ર થયેલા લગભગ 300 જેટલા સત્સંગીઓને હિન્દુ ધર્મ, સંસ્કાર, આધ્યાતિમ્ક શક્તિ સહિત વિવિધ વિષયો પર વિચારપ્રેરક ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગીઓની ઉપસ્થિતીને કારણે મંદિર – કોમ્યુનિટી સેન્ટરનો હોલ ભરાઈ ગયો હતો.
સત્સંગ પછી મુનિજીએ આરતી કરી અને બધા ટ્રસ્ટીઓ, મંદિર સંચાલન કમિટીના સદસ્યો અને હોદ્દાદારોને ગૌરવપૂર્ણ હિન્દુ એન્સાયક્લોપિડીયાનો સેટ પ્રસાદી તરીકે અર્પણ કર્યો હતો. તેમણે અન્ય અગ્રણીઓ, કાર્યકરો અને સ્વયંસંવકોને ખેસ અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી આશિર્વાદ આપ્યા હતા.
આ સત્સંગ ભક્તિ, આધ્યાત્મિક ચિંતન અને સમુદાયની મજબૂત ભાવનાથી ભરેલો હતો, જેના કારણે ઉપસ્થિતો અનુભવથી પ્રેરિત અને સમૃદ્ધ બન્યા હતા.
કાર્યક્રમના અંતે મંદિર પરિસરમાં પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
પ્રસ્તીત તસવીરમાં બેઠેલા: ડાબેથી વિક્રમ વશી, સીતારામભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ, રશ્મિબેન વશી, અનિલભાઈ પટેલ. આગળની હરોળમાં ઉભા રહેલા: રમાબેન પટેલ, પારૂલબેન નાયક, કુસુમબેન નાયક, જયંતભાઈ નાયક, પૂજ્ય મુનિજી, વેદાંશી દેસાઈ, ઇલાબેન નાયક, મંજુબેન દેસાઈ, રમીલાબેન પટેલ, કૈલાશબેન દેસાઈ. પાછળની હરોળમાં: હેમા પટેલ, ચંપાબેન પટેલ, હર્ષદભાઈ નાયક, નીતાબેન પટેલ, દિલીપભાઈ નાયક, પ્રતિમાબેન પટેલ, જયંતિભાઈ પટેલ, નટવરભાઈ પટેલ, મગનભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ, પન્નાબેન પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ, મનહરભાઈ પટેલ, શીલા નાઈક, અખિલ નાયક, સુભાષ દેસાઈ નજરે પડે છે.
શ્રી સનાતન મંદિર, 1518 હિકોરી વેલી રોડ,ચટ્ટાનૂગા, ટેનેસી TN 37421 ખાતે તા. 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે સાંજે 5 થી 7 સત્સંગ ભજન અને રાત્રે 9થી 12 દરિમાયાન શ્રી કૃષ્ણ જન્મ પૂજનનું આયોજન કરાયું છે. પ્રસાદ પીરસવામાં આવશે. સપર્ક: +1 423 499 2799.
