પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના બહુચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની અમદાવાદના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં તલાલ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ હુમલા પછી ખવડ છેલ્લાં પાંચ દિવસથી ગુમ હતાં. પોલીસે દુધઈ ગામ નજીકથી ફાર્મહાઉસથી ખવડ સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે. આ મામલે ત્યારે બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ટક્કર મારી હતી. આ પછી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હતો.

LEAVE A REPLY