પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવાર, 17 ઓગસ્ટે હાઇવે પર એક SUV અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતાં. દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના 8 સભ્યોના જીવતા ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતાં. મૃતકોમાં એક પુરૂષ, ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થતો હતો. આનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ હતી આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો ન હતો. પરિણામે તેઓ કારમાં જ જીવતા સળગી ગયા હતા. મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી.

વઢવાણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીબી જાડેજાએ જણાવ્યું હતું કે બપોરે ૩:૩૦ વાગ્યે દેદાદરા ગામ નજીક બનેલી આ ઘટનામાં કારમાં સવાર સાત લોકો જીવતા બળી ગયા હતાં જ્યારે એસયુવીમાં સવાર ત્રણ લોકો નાની મોટી ઇજાઓ સાથે બચી ગયા હતા. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો બચાવ માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોમાં કૈલાશબા જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 60, રહે. ભાવનગર), પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 35, રહે. ભાવનગર), રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 32, રહે. ભાવનગર), દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. 10 મહિના, રહે. ભાવનગર) ,નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. 58, રહે. જામનગર), રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. 52, રહે. લખતર),મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. 49, રહે. લખતર), દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. ગાંધીધામ-કચ્છ)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY