હેરો સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સેંકડો ભક્તોએ ભેગા થઇને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પર્વે વહેલી સવારથી મધ્યરાત્રિ સુધી ભજન, નૃત્ય અને આધ્યાત્મિક પ્રવચનમાં સૌ લીન થઇ ગયા હતા.
રાત્રે ૮ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં ભક્તિગીતો અને સાંસ્કૃતિક પ્રદર્શનોએ સેન્ટરને આનંદ અને શ્રદ્ધાથી ભરી દીધો હતો.
પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને ઉપદેશોની શાશ્વત સુસંગતતા પર ભાર મૂકી કહ્યું હતું કે “શ્રી કૃષ્ણ અધર્મ પર ધર્મ, ભ્રમ પર સત્ય અને નફરત પર પ્રેમના વિજયનું પ્રતીક છે. માનવ જીવન કરુણા, સેવા અને સારા કર્મનો અભ્યાસ કરવાની દૈવી તક છે.”
કૃષ્ણના જન્મને ચિહ્નિત કરતી ઘડિયાળમાં મઘરાતે 12ના ટકોરે મંદિર “નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી!”ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગુરુજીએ બાળ કૃષ્ણના પોશાક પહેરેલા બાળક સાથે પ્રતીકાત્મક વિધિ કરી હતી.
