જસ્ટિસ વર્મા
(Sansad TV/ANI Video Grab)

ભારતમાં પૈસાથી રમાતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ આવશે અને તેને દંડનીય ગુનો બનશે. આવી ગેમ્સ માટે સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરાઈ છે. પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલને લોકસભા અને રાજ્યસભાની બહાલી મળી ગઈ છે. વિરોધ પક્ષોએ આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

સરકારે આ બિલમાં જણાવ્યું હતું કે ઓનલાઇન ગેમિંગથી માનસિક અને નાણાકીય નુકસાન થઈ શકે છે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન મની ગેમ્સ અને આવી સેવાઓ “ઓફર કરશે નહીં, મદદ કરશે નહીં, પ્રોત્સાહન આપશે નહીં, પ્રેરિત કરશે નહીં અથવા અન્યથા તેમાં સામેલ થશે નહીં.

વેન્ચર કેપિટલ ફર્મ લુમિકાઈ કહે છે કે, આવા ગેમિંગનું ભારતીય બજાર 2029 સુધીમાં $3.6 બિલિયનનું થવાનો અંદાજ છે. ભારતના ટોચના ભારતીય ક્રિકેટરોના એન્ડોર્સમેન્ટને પગલે ડ્રીમ11 અને મોબાઇલ પ્રીમિયર લીગ દ્વારા સંચાલિત લોકપ્રિય ફેન્ટસી ક્રિકેટ ગેમ્સ ગેમિંગ એપ્લિકેશનો લોકપ્રિય બની છે. પિચબુકના ડેટા મુજબ, ડ્રીમ11નું મૂલ્ય $8 બિલિયન છે જ્યારે મોબાઇલ પ્રીમિયર લીગનું મૂલ્ય $2.5 બિલિયન છે.આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઇન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે

LEAVE A REPLY