(Photo by Chip Somodevilla/Getty Images)

ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે વેલિડ યુએસ વિઝા ધરાવતા 55 મિલિયનથી વધુ લોકોની સમીક્ષા કરી રહ્યું છે, જેથી વિઝા ધારકોએ કોઈ ગંભીર નિયમોના ઉલ્લંઘન કર્યા હોય તો તેની તપાસ કરી શકાય અને તેના પરિણામે તેવા લોકોનો દેશનિકાલ થઈ શકે અને તેઓ અમેરિકામાં ના હોય તો તેમના ઈસ્યુ કરાયેલા વિઝા રદ કરી શકાય.

અમેરિકામાં કાયદેસર રીતે રહેવાની વગેરે પરવાનગી ધરાવતા વિદેશીઓ પર કડક કાર્યવાહીનું આ વ્યાપક વિસ્તરણ જણાય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે પુષ્ટિ આપી હતી કે તમામ વિઝા ધારકો સતત ચકાસણીને આધીન છે અને તેમણે કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યાનું જણાય, તો વિઝા રદ કરી શકાય છે. એવા વિઝા ધારકો જે તે સમયે અમેરિકામાં હોય તો તેમનો દેશનિકાલ કરાશે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટીના અંદાજ મુજબ 12.8 મિલિયન ગ્રીન કાર્ડ ધારકો અને 3.6 મિલિયન લોકો કામચલાઉ વિઝા પર અમેરિકામાં રહે છે. સમીક્ષા હેઠળના 55 મિલિયનમાં મલ્ટિપલ-એન્ટ્રી ટુરિસ્ટ વિઝા ધારકોનો સમાવેશ થાય છે જેમાંથી કેટલાક હાલમાં અમેરિકાની બહાર પણ હોઈ શકે છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે સરકાર ઓવરસ્ટે કેસ, અપરાધી પ્રવૃત્તિ, જાહેર સલામતી માટેના જોખમો અથવા ત્રાસવાદને સમર્થનની તપાસ કરવા માગે છે. અમે અમારી ચકાસણીના ભાગરૂપે તમામ ઉપલબ્ધ માહિતીની સમીક્ષા કરીએ છીએ, જેમાં કાયદાના અમલીકરણ અથવા ઇમિગ્રેશન રેકોર્ડ્સ અથવા વિઝા જારી કર્યા પછી બહાર આવતી કોઈપણ અન્ય માહિતીનો સમાવેશ કરાશે અને તે સંભવિત અયોગ્યતા દર્શાવી શકે.

અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે સમીક્ષાઓનો વ્યાપ પાછલા વર્ષોની સરખામણીમાં વિસ્તૃત થયો છે. શરૂઆતમાં રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, હવે તે બધા વિઝા ધારકોને લાગુ પડે છે. ચકાસણી પ્રક્રિયામાં વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન અરજદારોના ડિવાઇસિસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ફરજિયાત તપાસનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY