પહેલગામ
Sputnik/Alexander Kazakov/Pool via REUTERS

ચીનના તિયાનજિનમાં યોજાયેલી બે દિવસની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની શિખર બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી કરાઈ હતી.સભ્ય દેશો ભારતના એવા વલણ સાથે સંમત થયા હતાં કે આતંકવાદ સામેની લડાઈમાં “બેવડા ધોરણો” અસ્વીકાર્ય છે. વાર્ષિક શિખર સંમેલનના અંતે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં આતંકવાદ સામે લડવાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ, રશિયાના વ્લાદિમીર પુતિન અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. SCO સભ્ય દેશોએ ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા લશ્કરી હુમલાઓની પણ નિંદા કરી હતી. ઘોષણાપત્રમાં પ્રાદેશિક સુરક્ષા વધારવાના માર્ગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આતંકવાદ સામેની લડાઈને એક મુખ્ય પડકાર તરીકે ઓળખવામાં આવ્યો હતો.સભ્ય દેશોએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા હતી.

ઘોષણાપત્રમાં પ્રાદેશિક સુરક્ષા વધારવાના માર્ગોનો ઉલ્લેખ કરાયો હતો અને આતંકવાદ સામે લડવાને એક મુખ્ય પડકાર તરીકે ઓળખવામાં આવ્યો હતો.SCO સભ્ય દેશોએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ખુઝદાર અને જાફર એક્સપ્રેસ પર થયેલા આતંકવાદી હુમલાઓની પણ નિંદા કરી હતી. ઘોષણપત્રમાં જણાવાયું હતું કે સભ્ય દેશોએ મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આવા હુમલાઓના ગુનેગારો, આયોજકો અને પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અસ્વીકાર્ય છે તેના પર ભાર મૂકે છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ સહિત આતંકવાદનો સામનો કરવા હાકલ કરે છે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCOની વાર્ષિક સમિટને સંબોધતા જણાવ્યું હતું કે આતંકવાદ સામે લડવું એ માનવતા પ્રત્યેની ફરજ છે. આપણે સ્પષ્ટપણે અને એક અવાજમાં કહેવું જોઈએ કે આતંકવાદ પર બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. સાથે મળીને, આપણે દરેક સ્વરૂપ અને અભિવ્યક્તિમાં આતંકવાદનો વિરોધ કરવો જોઈએ. ભારત છેલ્લા ઘણા દાયકાઓથી નિર્દય આતંકવાદના ગંભીર ઘા સહન કરી રહ્યું છે.

ભેદભાવપૂર્ણ પ્રતિબંધો સામે રશિયા-ચીન એકજૂથઃ પુતિન
તિયાનજિનમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન આવેલા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના સામાજિક-આર્થિક વિકાસમાં અવરોધરૂપ ભેદભાવપૂર્ણ પ્રતિબંધોનો સામનો કરવામાં એકસમાન વલણ ધરાવે છે. રશિયા અને ચીન મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ માટે વધારાના સંસાધનો એકત્રિત કરવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે, અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બ્રિક્સની ક્ષમતાને મજબૂત કરવા માટે એક સાથે ઉભા છે. બ્રિક્સના સભ્યો દેશો સામે 10 ટકા ટેરિફ લાદવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે પુતિનના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે.

LEAVE A REPLY