File Photo

વેસ્ટ આફ્રિકામાં તાજેતરમાં જહાજ દુર્ઘટનામાં 70 પ્રવાસીઓના મોત થયા હતા. આ દુર્ઘટના અંગે ગામ્બિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વેસ્ટ આફ્રિકાના દરિયા કિનારે માઇગ્રન્ટસને લઈ જતું એક જહાજ પલટી જતાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. આ જહાજમાં 150 જેટલા પ્રવાસીઓ હોવાનું કહેવાય છે, જેમાંથી 16 લોકોને બચાવવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યા છે. ગેમ્બિયાથી રવાના થયેલું આ જહાજ બુધવારે મૌરિટાનિયાના દરિયા કિનારે ડૂબી ગયું હતું. વેસ્ટ આફ્રિકાના સમુદ્ર કિનારેથી કેનેરી ટાપુઓ તરફ જતો એટલાન્ટિક માર્ગ વિશ્વમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. આ સમુદ્રી માર્ગ પર વારંવાર જહાજ દુર્ઘટના બને છે તેવું કહેવાય છે.

LEAVE A REPLY