ઇમર્જન્સી
(@AmitShah/X via PTI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાત સરકારની ‘ડાયલ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS)’ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ નંબર પર ડાયલ કરવાથી મોટાભાગની ઇમર્જન્સી સેવાઓ મળી રહેશે. તે કોઈપણ પ્રકારની સુરક્ષા સંબંધિત સેવા માટે એક યુનિફાઇડ નંબર છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ડાયલ ૧૧૨ સેવા ગુજરાતના લોકોને વિવિધ પ્રકારના ટોલ ફ્રી નંબરો જેમ કે પોલીસ માટે ૧૦૦, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, ફાયર માટે ૧૦૧, મહિલા સહાય માટે ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે ૧૦૫૮ અને આપત્તિ માટે ૧૦૭૦ અને ૧૦૭૭ થી મુક્તિ આપશે, તેમણે ગુજરાત સરકારના ડાયલ 112 ઇન્ટિગ્રેટેડ ERSS, સમર્પિત જન રક્ષક વાહનો અને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના 217 કરોડ રૂપિયાના રહેણાંક અને બિન-રહેણાંક આવાસોનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટના ભાગ રૂપે, કેન્દ્રીય સંચાલન હેઠળ અમદાવાદમાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે, અને 150 બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર દર સેકન્ડે એલર્ટ રહેશે

LEAVE A REPLY