પ્રતિકાત્મક તસવીર (istockphoto)

 

  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર અને શ્રી રામ મંદિર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન સોમવાર 8 થી રવિવાર 14 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ બપોરે 3.30 થી 6.30 સુધી કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રસાદીનો લાભ મળશે. મહારાજ પ્રતિકભાઈ જાની દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. સોમવારે બપોરે 2.30 વાગ્યે પોથીયાત્રા કાઢવામાં આવશે. લાભુબેન ઓધવજીભાઈની સ્નેહભરી સ્મૃતિમાં મુખ્ય યજમાન નયનાબેન અને પંકજકુમાર ઓધવજીભાઈ મકવાણા અને પરિવાર છે. સંપર્ક – કુસુમબેન સોમાણી 07961 142 988.
  • SKLPC, ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE ખાતે ચોવિસ ગામ ઉજમણી 2025નું આયોજન રવિવાર 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 30થી સાંજે 4.30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મફત કોમ્યુનિટી લંચ, ઇન્ડિયા ગાર્ડન્સ ટૂર, કચ્છ ફેશન પ્રદર્શન, કલ્ચર શો, ફૂડ અને જ્યુસ સ્ટોલ, કિડ્સ ઝોન, સ્પોર્ટ્સ ઝોન, બિઝનેસ એક્સ્પો, રેફલનો લાભ મળશે. પ્રવેશ અને મફત પાર્કિંગનો લાભ મળશે. નોંધણી માટે: www.sklpc.com/chovisgaam
  • નવનાત વણિક ભગિની સમાજ દ્વારા મહિલાઓ માટેના પાંચ ધામ યાત્રાનું આયોજન તા. 13 સપ્ટેમ્બર 2025, શનિવારના રોજ કરવામાં આવ્યું છે. મોટાભાગના મંદિરોમાં પ્રસાદ પીરસવામાં આવશે. કોચ સવારે 7-30 કલાકે નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1ARથી નીકળશે. જે કેન્ટન ખાતે સવારે 8 અને ફિન્ચલી ખાતે સવારે 8-30 કલાકે અન્ય મુસાફરોને પીકઅપ કરશે. સંપર્ક: +44 20 8848 3909 – navnat.com
  • શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સમીક્ષા બેઠકનું આયોજન 7 સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦થી બપોરે 12 સુધી બીપીએમ હોલ (શ્રી કૃષ્ણ મંદિર) ૧૦ સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ, B11 1JL ખાતે કરવામાં આવ્યું છે. ઝૂમ દ્વારા જોડાવા માટે મીટિંગ આઈડી: 5662245902 અને પાસવર્ડ: 123. સંપર્ક – અનુષ્કાબેન પરમાર ઇમેઇલ:- [email protected]
  • GAA કેન્ટન હોલ, વુડકોક હિલ, HA3 OPQ દ્વારા 14મી સપ્ટેમ્બર 2025ના રોજ ફંડરેઝિંગ માટે લંડનથી બ્રાઇટન (ક્લેપામ જંકશનથી બ્રાઇટન પિયર)ની સાયકલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન ભોજન, સાયકલનું ટ્રાન્સપોર્ટ, GAA હોલ ખાતે પાછા આવવાની સગવડ મળશે. નોંધણી માટે સંપર્ક – 07956 592 292.
  • GAA લંડન મહિલા મંડળ દ્વારા કેન્ટન હોલ, વુડકોક હિલ, HA3 OPQ ખાતે રવિવાર 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 3 થી સાંજના 5 વાગ્યા સુધી શ્રાધ્ધ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. હળવો નાસ્તો પીરસવામાં આવશે. છગનભાઈ અને કંચનબેનની સ્મૃતિમાં આ વર્ષના સ્પોન્સર શ્રીમતી કલાબેન પ્રવિણભાઈ પરમાર અને શ્રીમતી ચંદાબેન ઉત્તમભાઈ પરમાર છે. સંપર્ક – શારદા પારડીવાલા 07733 330 191.
  • શ્રીજી ધામ હવેલી, 504 મેલ્ટન રોડ, લેસ્ટર, LE4 7SP ખાતે કમરના દુખાવાને દૂર કરવા માટે ફિઝિયોથેરાપિસ્ટના સેમિનારનું આયોજન રવિવાર 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12-30 થી 1-30 દરમિયાન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ MSK નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ અને 12 વર્ષથી વધુનો અનુભવ (NHS અને ખાનગી) ધરાવનાર પિનલ મશરુ (BPT, MSc, MCSP, MHCPC) કમરના દુખાવાના સામાન્ય કારણો, સુરક્ષિત સ્ટ્રેચ અને પોશ્ચર હેક્સનો ઉપયોગ, દુખાવો ન વધે તે વિના સક્રિય રહેવાની રીતો અને ક્યારે અવે ક્યાં મદદ લેવી તે વિષે સમજ આપશે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક – પ્રવિણ મજીઠિયા 07971 626 464 ચંદ્રેશ બાજરિયા 07801 755 148.
  • શ્રી વલ્લભ નિધિ યુકે શ્રીનાથજી સનાતન હિંદુ મંદિર, 159-161 વ્હીપ્સ ક્રોસ રોડ, લેટોનસ્ટોન, લંડન E11 1NP ખાતે સર્વે પિતૃ મોક્ષાર્થે – શ્રી વિષ્ણુ યજ્ઞનું આયોજન રવિવાર, 21 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 1 કલાકે કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક – 0208 989 2034 અને રાજુભાઈ રાયચુરા: 07930 408 369.

    નવનાત સોશિયલ ગ્રુપ (NSG)ના હોદ્દેદારોની ચૂંટણી

    નવનાત સોશિયલ ગ્રુપ (NSG)ના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર, મેમ્બર સેક્રેટરી તથા 6 સમિતિના સભ્યોની ચૂંટણીઓ આગામી તા. 23 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. મેનેજમેન્ટ કમિટી પાત્રતા માપદંડોના આધારે કિચન કમિટી, એક પેટા-સમિતિના સભ્યોની નિમણૂક કરશે.

    નોમિનેશન ફોર્મ 16 સપ્ટેમ્બર 2025 સુધીમાં NSG રિટર્નિંગ ઓફિસર, શ્રીમતી બીના સંઘવીને મેઇલ દ્વારા સબમિટ કરવાના રહેશે. ચૂંટણીઓનું નિરીક્ષણ NVA ના સલાહકાર બોર્ડ દ્વારા કરવામાં આવશે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રશ્નો સલાહકાર બોર્ડના અધ્યક્ષ અમિત લાઠિયાને [email protected] પર મોકલવા વિનંતી છે.

LEAVE A REPLY