લંડન બરો ઓફ હેરો કાઉન્સિલની 60મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આંતરધર્મિય સદભાવ અર્થે હેરો સ્થિત આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા નવરાત્રી પ્રસંગે શ્રીમદ ભાગવત કથાનું આયોજન લેઝર સેન્ટરના બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ 11-30થી બપોરના 3 સુધી કરવામાં આવ્યું છે.
પ. પૂ. રાજરાજેશ્વર ગુરુજીની નિશ્રામાં કથાનું રસપાન ભારતથી પધારનાર વિખ્યાત કથાકાર અને ગૌરી ગોપાલ અશ્રમના સ્થાપક પ. પૂ. અનિરૂધ્ધાચાર્ય મહારાજ કરાવશે. શ્રીમદ ભાગવત કથા થકી મળનાર તમામ દાનની રકમ વૃધ્ધાશ્રમ (વૃદ્ધ સંભાળ ગૃહ)ને સોંપવામાં આવશે.
યજમાન થવા માટે સંપર્ક સંપર્ક – 020 8426 0678 / 07483154148 અને www.siddhashram.com
