ગુજરાતની પવિત્ર નગરી અંબાજીમાં તા. 7ના રોજ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના વડા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજીએ ભારતના સૌથી આદરણીય શક્તિપીઠોમાંના એક, ગુજરાતના ઐતિહાસિક અંબાજી મંદિરમાં ધ્વજા વિધિ કરી હતી.

પૂ. ગુરૂજી ખાસ લંડનથી આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને તેમણે અંબાજી માતાને પ્રાર્થના કરી દૈવી શક્તિ, વિજય અને શાશ્વત ભક્તિના પ્રતીક સમાન પવિત્ર ધ્વજને ફરકાવ્યો હતો.

તેમણે ધાર્મિક વિધિ વિશે બોલતા ભક્તોને યાદ અપાવ્યું હતું કે ધ્વજા રોજિંદા જીવનમાં હિંમત, શ્રદ્ધા અને દિવ્યતાના સતત સ્મરણને પ્રેરણા આપે છે.

દિવસના આધ્યાત્મિક મહત્વમાં વધારો કરતા, પૂ. ગુરૂજીએ મંદિર પરિસરમાં ભક્તોને પ્રસાદ પણ પીરસ્યો હતો.

LEAVE A REPLY