નાગરિકો
અમદાવાદની એક હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની સર્વાંગી સારવારનો પ્રારંભ થયો છે. આ હોસ્પિટલ દ્વારા વૃદ્ધ દર્દીઓની સર્વાંગી સારવાર માટે પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી એક અનોખી પહેલરૂપે ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઇન્ટરનલ મેડિસીન અને જીરીયાટ્રીક્સ વિભાગના ડાયરેક્ટર ડો. યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે “આ કાર્ડના દ્વારા 60 વર્ષથી વધુના લોકોની વિશિષ્ટ જીરીયાટ્રીક સંભાળ-સારવાર કરાશે.  જેમ બાળકોને પીડિયાટ્રિશિયનની જરૂર પડે છે તેમ વડીલોને પોલીફાર્મસી, માનસિક અને શારીરિક આરોગ્ય, રોજબરોજની પ્રવૃત્તિઓ અને મનોવૈજ્ઞાનિક પડકારોને નિવારવા માટે જીરીયાટ્રીશ્યનની જરૂર પડે છે, જે વિવિધ સ્પેશિયાલિસ્ટ્સ ડોકટરોની સેવાઓ લેવાથી પડતા આર્થિક બોજને ઘટાડે છે. ખાસ કરીને જ્યારે ભારતમાં વૃદ્ધોની સંખ્યા 2050 સુધીમાં 20-30 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે ત્યારે આવનારા સમયમાં આવી સંભાળની જરૂરીયાત વધુ ઊભી થશે.” ‘એલ્ડરલી ફર્સ્ટ સિલ્વર’ અને ‘એલ્ડરલી ફર્સ્ટ’ એમ બે કેટેગરીમાં રજૂ કરાયેલા આ કાર્ડ અનેક લાભદાયક છે. જેમાં સારવારથી લઇને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ગંભીર સ્થિતિમાં લાંબાગાળાની તંદુરસ્તી અને સુખાકારીને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

LEAVE A REPLY