વરસાદ
(PTI Photo)

અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં સોમવાર, 8 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 106.94 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં ૯૯.૧૭%, ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૫૦%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦૭.૩૪%, સૌરાષ્ટ્રમાં ૯૧.૨૯% અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૯૯% વરસાદ નોંધાયો હતો.

ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી. ગુજરાતમાં 2022માં સિઝનનો સરેરાશ 122.09 ટકા, 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ સાથે બંને વિસ્તારોમાં 100 ટકા વરસાદ નોંધાયો હતો. જિલ્લાવાર જોવામાં આવે તો પાંચ જિલ્લામાં 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડમાં વડમાં સૌથી વધુ 90, ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદનો સમાવેશ થાય હતો.

LEAVE A REPLY