મહિલા

અમેરિકામાં ભારતીય મૂળની મહિલા પીડિયાટ્રિશિયનની તેની ચાર વર્ષીય દીકરીની કથિત હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાએ ડૂબવાથી તેની પુત્રીનું મોત થયું હોવાનું નાટક કર્યું હતું. એબીસી ન્યૂઝના રીપોર્ટ મુજબ ઓક્લાહોમાની રહેવાસી 36 વર્ષીય ડો. નેહા ગુપ્તાની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તેની પુત્રી, આરિયા તલાથીનું ગૂંગળાવીને હત્યા કરવાનો અને પછી તેનું ડૂબવાથી મોત થયું હોવાનું જાહેર કરવાનો આરોપ છે. ઘટના સમયે, માતા-પુત્રી ઓક્લાહોમા સિટીથી ફ્લોરિડા ગયા હતા અને એલ પોર્ટલમાં ટૂંક સમય માટે ભાડાના મકાનમાં રોકાયા હતા, જ્યાં ચાર વર્ષની બાળકી મૃત હાલતમાં મળી હતી. આ ઘટના 27 જૂનના રોજ બની હતી. આ ઘટના અંગે પોલીસને 911 પર ફોન જાણ કરવામાં આવી હતી કે, ઘરના પૂલમાં બાળક ડૂબી ગયું છે. જ્યારે પોલીસે ઘટના સ્થળે જોયું તો બાળકીએ કોઇ પ્રતિસાદ આપ્યો નહોતો અને તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી હતી.

LEAVE A REPLY