વર્લ્ડ હિન્દી ફાઉન્ડેશન દ્વારા 25મું વાર્ષિક વિશ્વ હિન્દી સંમેલન 6 સપ્ટેમ્બરના રોજ રોયલ આલ્બર્ટ્સ પેલેસ, ફોર્ડ્સ, ન્યુ જર્સી ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં વુડબ્રિજટાઉનશીપના મેયર જોન મેકકાર્થી સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
ગણેશ વંદના અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અનુપ ભાર્ગવ, અભિનવ શુક્લા અને ડૉ. ભુવન મોહિની દ્વારા કવિ સંમેલનનું પણ આયોજન કરાયું હતું. નવરંગ ડાન્સ એકેડેમી અને નટરાજ ડાન્સ એકેડેમીએ રંગબેરંગ નૃત્યો રજૂ કર્યા હતા.
મેયરે આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિક નીતિન સેઠ અને તેમના પત્ની તથા વર્લ્ડ હિન્દી ફાઉન્ડેશનની સ્થાપના કરનાર સાવિત્રી કૈલાશ શર્માને પણ સન્માન પત્ર અર્પણ કર્યાં હતાં.
તો પ્રયોગ થિયેટર ગ્રુપ દ્વારા હિન્દી નાટક “એક ફૈસલા ઐસા ભી” પણ રજૂ કરવામાં આવ્યું હતું. 400 કરતા વધુ લોકોથી ભરાયેલા ભવ્ય હોલમાં જબરદસ્ત પ્રતિભાવ મળ્યો હતો. સૌ દશર્કોએ ઉભા થઈને તાળીઓ પાડી નાટકને વધાવી લીધો હતો.
અદ્ભુત કલાકારો ધનશ્રી વૈદ્ય, અજિત-વિનીતા સિંહ, મેધા ગુપ્તા, મિતલ મોદી, મનીષ ચતુર્વેદી, ઉત્કર્ષ દીક્ષિત અને ધનશ્રી કેલકર તથા ક્રૂ સદસ્યો પ્રભા અગ્રવાલ, વૃષાલી ભાવટંકર, ધનંજય નિચકાવડે, અનુ મહેતા અને જ્યોત્સના મહેતા તથા લેખક જયા સરકાર અને દિગ્દર્શક અમિયા મહેતાનો આભાર મનાવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને આટલો સફળ બનાવવા બદલ વર્લ્ડ હિન્દી ફાઉન્ડેશન – શરદ અગ્રવાલ, આંચલા શર્મા, પ્રદીપ અગ્રવાલ, લીના ગુપ્તા-શાલુ અને સમર્પિત સ્વયંસેવકોની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર.
