આગામી વર્ષથી લાખો લોકો ઇન્ડેફિનેટ લીવ ટૂ રીમેન (ILR) એટલે કે દેશમાં કાયમી વસવાટ માટે લાયક બની રહ્યા છે ત્યારે નવા હોમ સેક્રેટરી શબાના મહમૂદને આવા માઇગ્રન્ટ માટે માટે ILR માટે લાયક બનવાનો સમયગાળો પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
સરકાર પહેલાથી જ મોટાભાગના નવા માઇગ્રન્ટ્સ માટે ILRનો સમયગાળો દસ વર્ષનો કરવા પ્રસ્તાવ કરી રહી છે. જોકે મિનિસ્ટર્સે હજુ સુધી એ નક્કી કર્યું નથી કે 10 વર્ષના નવા નિયમનો અમલ પહેલાથી જ યુકેમાં રહેલા લોકો પર લાગુ થશે કે નહીં.
વિશ્લેષણ દર્શાવે છે કે 2026 માં લગભગ 270,000 સ્થળાંતર કરનારાઓ લાયક બનશે, જે 2028 સુધીમાં વધીને 628,000 થશે, જેનું મુખ્ય કારણ બ્રેક્ઝિટ પછીનો ઇમિગ્રેશન વધારો છે જેને “બોરિસવેવ” કહેવામાં આવે છે.
ટીકાકારો દલીલ કરે છે કે આ સમયગાળો પાછલી અસરથી લંબાવવો નવા આવનારાઓ માટે વાજબી છે. પરંતુ BNO વિઝા પર હોંગકોંગના લોકો સહિત હજારો લોકોને નુકસાન પહોંચાડી શકે છે. સમર્થકો કહે છે કે ILR આર્થિક રીતે યોગદાન આપનારાઓ સુધી મર્યાદિત હોવો જોઈએ.
દરમિયાન, સ્થળાંતર દેશમાં ઊંચું રહ્યું છે, આ વર્ષે 30,300 થી વધુ ચેનલ ક્રોસિંગ અને મેન્સ્ટનમાં એસાયલમ પ્રોસેસની સ્થિતિ અંગે ચિંતાઓ ચાલુ છે.
