22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર – આઠમ 30 સપ્ટેમ્બર અને શરદ પૂનમ તા. 5 ઓક્ટોબર
- લોહાણા મહાજન લેસ્ટર, શ્રીમતી નીતિબેન મહેશભાઈ ઘીવાલા લોહાણા સેન્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર, LE4 5GG ખાતે નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર – સાંજે 7:30 થી મોડી રાત સુધી દરમિયાન કરવામાં આવ્યું છે. આઠમ મંગળવાર 30 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. દ્રષ્ટિ દેસાઈ અને ગ્રુપ સંગીત, ગરબા અને રાસનો લાભ આપશે. સંપર્ક: 0116 266 4642.
- લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 22થી 30 સપ્ટેમ્બર 2025 સુધી અને ત્યારબાદ 3 ઓક્ટોબરના રોજ શરદ પૂનમના રાસગરબાનું આયોજન જે.વી. ગોકલ હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે રાત્રે 8 થી રાત્રે 11-30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આઠમ સોમવાર 29ના રોજ ઉજવાશે. અનુરાધા, કિરણ અને સ્ટ્રિંગ્સ દ્વારા સંગીત પીરસવામાં આવશે તથા શરદ પૂનમના રોજ સંગીત રાજવી રાજા એન્ટરટેઈનમેન્ટ અને દોસ્તી દ્વારા પીરસવામાં આવશે. કાર્યક્રમ LCNL મહાજન યુટ્યુબ ચેનલ અને LCNL ફેસબુક પેજ પર પ્રસારિત થશે. સંપર્ક – ધીરુભાઇ સવાણી – 07956 492 825.
- લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા લોહાણા કોમ્યુનિટી કોમ્પ્લેક્સ, પીવી રાયચુરા સેન્ટર ચર્ચ રોડ, ક્રોયડન, CRO 1SH ખાતે ગરબા સ્ટેપ્સ વર્કશોપનું આયોજન રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 થી 3:15 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. લેડીઝ સ્પેશિયલ ગરબાનું આયોજન બુધવાર 24 સપ્ટેમ્બરના રોજ બપોરે 3થી સાંજે 5 સુધી કરવામાં આવ્યું છે. લેડીઝ સાથે આવનારા પૌત્રો મફત આવી શકશે. બાળકો માટે ખાસ ગરબાનું આયોજન રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 3થી સાંજે 5 સુધી કરવામાં આવ્યું છે. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો માટે પ્રવેશ મફત છે.
- LCNL સિનિયર લેડીઝ સેન્ટર દ્વારા શરદ પૂર્ણિમા રાસ ગરબાનું આયોજન મંગળવાર 7 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 12થી 4:30 સુધી ગોરધનદાસ ધરમશી કંટારિયા મેમોરિયલ હોલ, RCT સેન્ટર, ઓફ બ્રિડલવે, હેડસ્ટોન લેન, HA2 6NG ખાતે કરવામાં આવ્યું છે. પહેલા લંચ અને પછી લાઇવ રાસ ગરબાનો લાભ મળશે. સંપર્ક: પ્રતિભાબેન લાખાણી 07956 454 644 અને નાજુબેન ઠક્કર 020 8424 0516.
- LCNL મહિલા મંડળ દ્વારા લેડીઝ ગરબાનું આયોજન શનિવાર, 27 સપ્ટેમ્બરના રોજ ધમેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો ખાતે લંચ સાથે બપોરે 12થી 5 સુધી કરવામાં આવ્યું છે. નૈનાબેન રાયઠઠ્ઠા 07944 344 442.
- યંગ લોહાણા સમાજ દ્વારા YLS ચિલ્ડ્રન્સ ગરબા ઇવેન્ટ્સનું આયોજન તા. 21 અને તા. 28ના રોજ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. 2થી 12 વર્ષના બાળકો માટેના કાર્યક્રમમાં કલા અને હસ્તકલા, સ્વાદિષ્ટ વાનગીઓ, નવરાત્રીની પરંપરાઓ વિશે શીખવાની મજા અને દાંડિયા અને ગરબાનો લાભ મળશે.
- આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા 17મા વાર્ષિક પરંપરાગત નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન 22થી 2 ઓક્ટોબર દરમિયાન રોજ સાંજે 7 વાગ્યાથી હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. તા.5 ના રોજ શરદ પૂનમની ઉજવણી થશે. પ્રખ્યાત ગાયિકાઓ યુતિકા બારોટ, દિશા પટેલ અને કિરણ પટેલ અને ભારતીય ગૃપ સામેલ થશે. સ્ટોલ, ઓથેન્ટીક ભોજન અને લાઇવ ગરબાનો લાભ મળશે. ત્રણ કલાક મફત પાર્કિંગ ઉપલબ્ધ છે. સંપર્ક – 020 8426 0678. ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ છે. https://siddhashram.com/event/navratri-2025/
- થનગાટ નવરાત્રી ઉત્સવનું આયોજન નવરાત્રી પહેલા 19, 20, 22 અને 24 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોબરના રોજ એલેક રીડ એકેડેમી, બેંગાર્થ રોડ, નોર્થોલ્ટ, લંડન, UB5 5LQ ખાતે કરવામાં આવ્યું છે. લંડનના જાણીતા કલાકાર પ્રિયેશ શાહ અને ગૃપ સંગીત પીરસશે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત પ્રવેશ છે. સંપર્ક: રૂપા શાહ 07863 238 933.
- નવનાત વણિક એસોસિએશન ઓફ યુકે દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, UB3 1AR ખાતે તા. 22થી 1 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. દશેરા 2 ઓક્ટોબર, ડિસ્કો દાંડિયા 3 ઓક્ટોબર, શરદ પૂર્ણિમા 4 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ઉત્સવ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. RCE એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંગીત પીરસવામાં આવશે. યુટ્યુબ પર ગરબા માણી શકાશે. 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રવેશ મફત છે. સંપર્ક – કો-ઓર્ડીનેટર: કિરીટ બાટવીયા 07904 687758 અને ભૈરવી શાહ 07961 616 284.
- નવનાત વણિક ભગિની સમાજ (NVBS) દ્વારા નવરાત્રી ફેમિલી રાસ ગરબાનું આયોજન નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, UB3 1AR ખાતે તા. 27ના રોજ બપોરે 2 થી સાંજના 5 સુધી કરવામાં આવ્યું છે. આરતી અને હળવા નાસ્તાનો લાભ મળશે. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રવેશ મફત છે. સંપર્ક – માલા મીઠાની – 07415 645 284 અને પલ્લવી મેહતા 07815 509 592.
- ચેમ્સફોર્ડ હિન્દુ સોસાયટી દ્વારા શ્રી સનાતન શક્તિ મંદિર ચેમ્સફર્ડ ખાતે દુર્ગા પૂજા નવરાત્રી મહોત્સવનું આયોજન આ વર્ષે મંદિરમાં તા. 27થી તા. 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. આ પ્રસંગે તા. 27ના રોજ માતા કી ચોકી, તા. 28 સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય, તા. 29 સંગીત સંધ્યા, તા. ૩૦ અષ્ટમી પૂજા અને ગરબા તથા તા. 1ના રોજ નવમી પૂજા, ગરબા, ઇનામ વિતરણનો લાભ મળશે. સંપર્ક – રીટા 07765 728 297.
- ગુજરાતી આર્ય એસોસિએશન – GAA લંડન દ્વારા બાલ નવરાત્રી ઉત્સવનું આયોજન તા. 27ના રોજ બપોરે 1થી 4:30 સુધી કેન્ટન હોલ, જોન બિલમ ગ્રાઉન્ડ્સ, વુડકોક હિલ, વેમ્બલી HA3 OPQ કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો હેતુ બાળકોને નૃત્ય અને ઉત્સવનો આનંદ માણવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડવાનો તથા આગામી પેઢીમાં નવરાત્રીની ભાવનાને જીવંત રાખવાનો છે. આરતી સ્પર્ધા, બાળકો માટે ફેન્સી ડ્રેસ હરિફાઇનો લાભ મળશે. રિફ્રેશમેન્ટ ઉપલબ્ધ છે. કેકે એન્ડ કંપની દ્વારા સંગીત પીરસવામાં આવશે. સંપર્ક: પ્રિયા: 07967 826 260 અથવા પ્રીતિ: 07939 636 747.
- શ્રી કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનીટી (SKLPC – યુકે) દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રી મહોત્સવનું આયોજન ગ્રાન્ડ માર્કી, ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ નોર્થોલ્ટ, UB5 6RE ખાતે તા. 22થી તા. 2 દરમિયાન રોજ સાંજે 7.30 થી 11 દરમિયાન કરવામાં આવ્યું છે. તા. 28ના રોજ સવારે 11થી 3 ફેમિલી વર્કશોપ્સનું આયોજન કરાયું છે. તા. 6 ઓક્ટોબરના રોજ સાંજે 7.30થી 11 સુધી રોજ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે. લાઇવ મ્યુઝિક, હોટ ફૂડ અને મફત પાર્કિંગનો લાભ મળશે. WWW.SKLPC.COM/NAVRATRI.
- શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ (શ્રી કૃષ્ણ મંદિર), 10 સેમ્પસન રોડ, બર્મિંગહામ, B11 1JL ખાતે નવરાત્રી BPM 2025નું આયોજન તા. 22થી તા. 1 દરમિયાન કરવામાં આવ્યું છે. સાજન ગૃપ દ્વારા લાઇવ સંગીત પીરસવામાં આવશે. દરરોજ નાસ્તા તથા માતાજીની આરતીનો લાભ મળશે. આઠમનો હવન રવિવાર 28મી સપ્ટેમ્બર અને આઠમ આરતી મંગળવાર 30મી સપ્ટેમ્બરના રોજ થશે. સંપર્ક – અશ્વિનભાઈ પરમાર – 07712 787 927 અને જીતેશભાઈ ચૌહાણ 07886 565 922. કીડ્ઝ ગરબાનું આયોજન શનિવાર 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી અને 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 4-30 થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 4-30થી સાંજે 5 સુધી શ્રી રાકેશભાઈ ભટ્ટ દ્વારા ગણેશ પૂજા કરાવવામાં આવશે. સંપર્ક: અનુષ્કાબેન પરમાર: 07854 128 409.
- શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી યુકે દ્વારા ક્રેનફોર્ડ કોમ્યુનિટી કોલેજ, હાઇ સ્ટ્રીટ, ક્રેનફોર્ડ, TW5 9PD ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન સોમવાર 22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજ સાંજે 7.30થી રાત્રે 10.30 સુધી કરવામાં આવ્યું છે. કબીર લાડવા અને ગ્રુપ દ્વારા સંગીત પીરસવામાં આવશે. આઠમનું સામૈયુ મંગળવાર 30 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બાળકોના ગરબા રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાશે. બાળકોની રમતો, આરતી અને ગરબાનો લાભ મળશે. સંપર્ક – ભાવનાબેન પાંખણીયા 07958 667 712 – શ્યામભાઈ શિંગાડિયા 07549 235 875.
- ગુજરાતી આર્ય એસોસિએશન લંડન, GAA કેન્ટન હોલ, જોન બિલમ પ્લેઇંગ ફીલ્ડ્સ, વુડકોક હિલ કેન્ટન, HA3 0PQ ખાતે તા. 22થી 30 સપ્ટેમ્બર દરમિયાન સાંજે 7:30થી રાત્રે 11:30 વાગ્યા સુધી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 30ના રોજ આઠમ થશે. સંપર્ક: 020 8907 0761.
- નવરાત્રી 2025નું આયોજન લાઇકા રેડિયો દ્વારા એથેના, ક્વીન સ્ટ્રીટ, લેસ્ટર LE1 1QD ખાતે 21 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2025 દરમિયાન રોજ સાંજે 7-3થી કરવામાં આવ્યું છે. શરદ પૂનમ સોમવાર 6 ઓક્ટોબરના રોજ ઉજવાશે. સંગીત રાજેન્દ્ર પાલા અને બેન્ડ નિર્મલા આર્ટ્સ ફ્રોમ મુંબઈ દ્વારા પીરસવામાં આવશે. બાળકો માટે નવરાત્રી રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:30-5:30 થશે. સંપર્ક – 0777 475 4124.
- ધ મંદીર, કુલ્સડન દ્વારા નવરાત્રી દાંડિયા નાઇટ્સ 2025નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન રોજ સાંજે 6:30 થી 10:30 સુધી વોલિંગ્ટન હાઇ સ્કૂલ ફોર ગર્લ્સ, વુડકોટ રોડ, પર્લી, યુકે SM6 0PH ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ભાવપૂર્ણ ભક્તિ, ગરબા, પ્રાર્થના, સ્વાદિષ્ટ સ્વાદિષ્ટનો લાભ મળશે. સંપર્ક: આલેખ +44 7765 101633 અને ભાવેશ +44 7818 282666.
- મિલ્ટન કિન્સ હિન્દુ એસોસિએશન (MKHA) કોમ્યુનિટી સેન્ટર, ફેરી મીડોઝ Cl, બ્રાઉટન, મિલ્ટન કિન્સ MK10 9QY ખાતે ગરબા વર્કશોપનું આયોજન 20 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2થી 3 વાગ્યા સુધી અને બપોરે 3થી 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં પરંપરાગત ગરબા સ્ટેપ્સમાં નિપુણતા મેળવવા અને ટ્રેન્ડિંગ નવા મૂવ્સ શીખવા સંપર્ક – માનસી બ્રહ્મભટ્ટ – 0300 365 1008 – ઇમેઇલ [email protected]
- સટનમાં સતત છઠ્ઠા વર્ષે રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન તા. 20 સપ્ટેમ્બરના રોજ વુડ ફીલ્ડ પ્રાયમરી સ્કૂલ, સ્ટેનલી પાર્ક રોડ, કાર્શલ્ટન, SM5 3HW ખાતે સાંજે 6.30થી 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં નોન-સ્ટોપ ડીજે ગરબા અને દાંડિયા બીટ્સ, ગરબા વર્કશોપ, ફૂડ સ્ટોલનો લાભ મળશે. સંપર્ક – હિતેશ – 07429 683 913, રવિશ – 07827 881 940.
- પરજીયા પટણી એસોસિએશન દ્વારા નવરાત્રી 2025નું આયોજન 22થી 30 સપ્ટેમ્બર રોજ સાંજે 7 થી 11 સુધી કિંગ્સબરી હાઇસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, NW9 9JR ખાતે કરવામાં આવ્યું છે. રસરાજ અને ગ્રુપના લાઇવ સંગીતનો લાભ મળશે. બાળકોના નવરાત્રી ઉત્સવનું આયોજન રવિવાર 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 1થી સાંજે 5 સુધી કરવામાં આવ્યું છે. મહિલા અને પુરુષોની સ્પર્ધા તા. 27ના રોજ કરાશે. સંપર્ક: કિશોરભાઈ પટણી – 07656 128 083.
- નારી શક્તિ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ક્રોયડન દ્વારા તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8થી 12 સુધી કુમ્બવુડ સ્કૂલ, 30 મેલવિલ એવન્યુ, સાઉથ ક્રોયડન CR2 7HY ખાતે ગરબા અને દાંડિયા નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નોન-સ્ટોપ ડીજે, ફૂડ સ્ટોલ અને ગરબાનો લાભ મળશે. સંપર્ક – પરિતા પટેલ +44 7503 466376.
- મેઇડનહેડમાં મૈસુર દશેરા મહોત્સવની ઉજવણીનું આયોજન શનિવાર 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે મેઇડનહેડ કોમ્યુનિટી સેન્ટર, 4 માર્લો રોડ SL6 7HY ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક – ચિત્રા-07464 184 414.
- બર્મિંગહામ દશેરા ઉત્સવનું આયોજન શનિવાર, 4 ઓક્ટોબરના રોજ બપોરે 1 થી સાંજના 6 સુધી 160 વોલ્મલી રોડ, ધ રોયલ ટાઉન ઓફ સટન કોલ્ડફિલ્ડ, બર્મિંગહામ, સટન કોલ્ડફિલ્ડ B76 2QA ખાતે કરવામાં આવ્યું છે. વિવિધ હિન્દુ સંગઠનો, મંદિરો અને સાંસ્કૃતિક જૂથો આ ક્રર્યક્રમમાં ભાગ લેશે. જ્યાં રાવણ દહન, બાળકોનો મનોરંજન મેળો, ફૂડ સ્ટોલ્સ, બાળકોના ઝોન, ફેસ પેઇન્ટિંગ, મહેંદીનો લાભ મળશે.
- મિલન ગ્રુપ વોલિંગ્ટન, મિલ્ટન રોડ, SM6 9RP ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ અને 6 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ પ્રસંગે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી રાસ ગરબાનું આયજોન કરવામાં આવ્યું છે. તા. 28ના રોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી ગરબા થશે. નાસ્તો આપવામાં આવશે.સંપર્ક: મહેન્દ્રભાઈ 07879 339 410.
- વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ (VHP ક્રોયડન), સ્વામી વિવેકાનંદ સેન્ટર, 10 થોર્ન્ટન રો, થોર્ન્ટન હીથ, CR7 6JN ખાતે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી ગરબા મહોત્સવ 2025 ઉજવાશે. પ્રાર્થના, પરંપરાગત ગરબાનો લાભ મળશે. 30 સપ્ટેમ્બર મંગળવારના રોજ બપોરે 1:30 વાગ્યાથી ખાસ મહાઅષ્ટમી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક -મુકેશભાઇ પટેલ +44 7895 401 011.
- લીડ્સ હિન્દુ મંદિર દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રીના 10.30 સુધી કરવામાં આવ્યું છે. નાસ્તો અને સોફ્ટ ડ્રિંક્સ ઉપલબ્ધ રહેશે.
- શ્રી કૃષ્ણ મંદિર, 81 ઓલ્ડ મીટિંગ સ્ટ્રીટ, વેસ્ટ બ્રોમીચ, B70 9SZ (યુકે) ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 22થી તા. 1 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમા તા. 6ના રોજ ઉજવાશે. રોજ આરતી અને ગરબા સાંજે 7 થી 11 દરમિયાન થશે. તા. 30ના રોજ દુર્ગાષ્ટમી પ્રસંગે બપોરે 1થી 5 અષ્ટમી પૂજા, હવન અને આરતી થશે. તા. 21ના રોજ સવારે 10થી 11 ચિલ્ડ્રન ગરબા અને 11થી 12 દાંડીયા ડેકોરેશન વર્કશોપનું આયોજન કરાયું છે. સંપર્ક – 07947 991 097.
- ઇસ્ટ લંડન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન વોન્સ્ટેડ હાઇ સ્કૂલ હોલ, વોન્સ્ટેડ લેઝર સેન્ટર પાછળ, રેડબ્રિજ લેન વેસ્ટ, વોન્સ્ટેડ, લંડન E11 2JZ ખાતે 26, 27, 28 અને 30 સપ્ટેમ્બર તથા 5 ઓક્ટોબરના રોજ સાંજે 7:30થી કરવામાં આવ્યું છે. 28ના રોજ સાંજે 4 થી 6-30 બાળકો માટે નવરાત્રીનું આયોજન કરાયું છે. સંપર્ક – સુભાષભાઈ ઠાકર 07977 939 457.
- શ્રી વલ્લભ નિધિ – શ્રી સનાતન હિન્દુ મંદિર – SVN UK દ્વારા ઈલિંગ રોડ, વેમ્બલી HAO 4TA ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન 22 ૨૨ સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. રોજ સવારે 10 કલાકે માતાજીની પૂજા અને ત્યારબાદ આરતી તથા રોજ બપોરે 12-30 થી 3-30 સુધી ગરબા થશે. દુર્ગાષ્ટમી હવન મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ સવારે 9-15 થી 12 વાગ્યા સુધી થશે. સંપર્ક – મંદિર 0208 903 7737 વેબસાઇટ: www.svnuk.org
- હિન્દુ ગુજરાતી કોમ્યુનિટી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન તા. 22થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગેસ્કોયન 2 કોમ્યુનિટી હોલ, 2 વિક રોડ, લંડન E9 5AY ખાતે સાંજે 7 વાગ્યાથૂ કરવામાં આવ્યું છે. તા. 25 અને 27ના રોજ નિસ્બત હાઉસ કોમ્યુનિટી હોલ, ક્રોઝિયર ટેરેસ, લંડન E9 5GX ખાતે કરાયું છે. ગરબા, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07492 945 235.
- ડ્રીમ્સ અનલિમિટેડ ઇવેન્ટ્સ દ્વારા નવરાત્રી ઉત્સવનું આયોજન 22થી 1 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 8:30થી ધ રોયલ રીજન્સી, 501 હાઇ સ્ટ્રીટ એન, લંડન, E12 6TH ખાતે કરવામાં આવ્યું છે. સંતવાણી ત્રિવેદી ગરબા ગાશે. સંપર્ક: જીગર રાજપૂત +44 7448 963 846.
- KRIC ઇવેન્ટ્સ અને IDUK ગ્રુપ દ્વારા નવરાત્રી નાઇટનું આયોજન 4 ઓક્ટોબરના રોજ રાતના 7થી સ્લાઉ ક્રિકેટ ક્લબ, SL3 7LT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક – 07528 101 007.
- સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે, CR7 8BT ખાતે 22થી 30 સપ્ટેમ્બર રોજ સાંજે 7-30થી રાત્રિના 11 દરમિયાન કરવામાં આવ્યું છે. શરદ પૂનમ તા. 6 ઓકટોબરના રોજ થશે. ઇન્ડિયન ઓશન મ્યુઝિક રજૂ કરશે. સંપર્કઃ ભાવનાબેન પટેલ 07932 523 040.
- નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, 26બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 ORG, (નેટવેસ્ટ બેંકની બાજુમાં) ખાતે નવરાત્રી રાસ-ગરબાનું આયોજન 22 સપ્ટેમ્બરથી બુધવાર 1 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 8 વાગ્યાથી કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમા 4 ઓક્ટોબરના રોજ ઉજવાશે. સંપર્ક – જનકબેન અમીન 07933 762325.
- શ્રી વિશ્વકર્મા નવરાત્રી સમિતિ અને બ્રાહ્મણ સમાજ યુકે દ્વારા નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરરોજ સાંજે 7-30થી મોડી રાત સુધી સેન્ટ માર્ક્સ એકેડેમી, બબૂલ રોડ, મિચમ, CR4 1SF ખાતે કરવામાં આવ્યું છે. તા. 26 બાળકોના ગરબા, તા. 27 સિતારા નાઇટ, તા. 30 આઠમ 10 ઓક્ટોબરના રોજ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક – અશ્વિન અમરાણીયા 07891 268 794.
