વેપાર કરાર
(ANI Photo)
વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓમાં પ્રગતિ થઈ રહી છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. બંને દેશો વચ્ચે કોઇ સંઘર્ષ નથી. અમેરિકા ભારતનો વિશ્વસનીય ભાગીદાર છે.
ગોયલે જણાવ્યું હતું કે દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લીન્ચ ભારતીય ટીમ સાથે એક દિવસની મંત્રણા માટે 16 સપ્ટેમ્બરમાં નવી દિલ્હી આવ્યાં હતાં. વાટાઘાટો સકારાત્મક રીતે આગળ વધી રહી છે. તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો છે. વાટાઘાટો સારી પ્રગતિ કરી રહી છે અને યોગ્ય દિશામાં છે. કોઇ સંઘર્ષ નથી.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દ્વિપક્ષીય વેપાર કરાર પર યુએસ ટીમ સાથે દિવસભરની ચર્ચા સકારાત્મક રહી હતી અને બંને પક્ષો કરારના વહેલા અને પરસ્પર ફાયદાકારક નિષ્કર્ષ માટે સંમત થયા હતાં. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી હોવાથી બંને દેશો વચ્ચે વેપાર કરારનું વિશેષ મહત્ત્વ છે.

LEAVE A REPLY