વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના અધિકૃત નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનો છોડ વાવ્યો હતો, આ છોડ યુકેના કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા ભેટમાં આપવામાં આવ્યો હતો. કિંગ ચાર્લ્સ દ્વારા વડાપ્રધાનને તેમના 75મા જન્મ દિન નિમિત્તે આ છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ અંગે વડાપ્રધાને સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ‘તેઓ પર્યાવરણ અને સ્થાયી વ્યવસ્થા અંગે ખૂબ જ ઉત્સાહી છે, આ એક એવો વિષય છે જે અંગે અમે ચર્ચા પણ કરીએ છીએ.’
