
તાઇવાનમાં સુપર ટાયફૂન રાગાસા ત્રાટકતાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 18 ઘાયલ થયા હતા. . મંગળવારે બપોરે, હુઆલિયન કાઉન્ટીમાં એક તળાવ પરનો ડેમ તૂટી ગયો હતો, જેના કારણે નજીકના વિસ્તારોમાં પૂર આવ્યું હતું. આ વાવાઝોડાને પગલે ચીનની મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગડોંગ પ્રાંતમાંથી લાખ્ખોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. આ શક્તિશાળી વાવાઝોડુ બુધવારે રાત્રે ચીનના આ પ્રાંતમાં લેન્ડ થવાની ધારણા છે.
આ વર્ષે ચીનના દરિયાકાંઠે ત્રાટકનારા સૌથી શક્તિશાળી વાવાઝોડા તરીકે વર્ણવવામાં આવેલ રાગાસા, સિઝનનું 18મું વાવાઝોડું વાવાઝોડું છે. તે ગુઆંગડોંગ પ્રાંતના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી છે. ચીનની સરકારી ચેનલ CGTN ટીવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું બની શકે છે.
સ્થાનિક સત્તાવાળાએ જણાવ્યું હતું કે તાઇવાનમાં વાવાઝોડા રાગાસાને કારણે ૧૪ લોકોના મોત થયા છે અને ૧૮ ઘાયલ થયા છે, પ્રદેશના વિવિધ ભાગોમાં લગભગ 100 લોકો ફસાયેલા છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે.
રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાગાસા વાવાઝોડું લેન્ડફોલની નજીક પહોંચ્યું હોવાથી, તેની અસર પર્લ રિવર ડેલ્ટા ક્ષેત્રમાં પહેલાથી જ અનુભવાઈ રહી હતી.ઝુહાઈ શહેરમાં 212 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.વાવાઝોડાથી તાઇવાનના પૂર્વી, ઉત્તરી અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થયો હતો.
મંગળવારે બપોરે, હુઆલિયન કાઉન્ટીમાં એક તળાવ પરનો ડેમ ઓવરફ્લો થઈ ગયો, જેના કારણે નજીકના વિસ્તારોમાં પૂર આવ્યું હતું. પ્રાંતીય કટોકટી વ્યવસ્થાપન વિભાગને ટાંકીને CGTN ના અહેવાલમાં મંગળવારે જણાવાયું હતું કે ગુઆંગડોંગમાં 1.04 મિલિયનથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.ખરાબ હવામાનની અપેક્ષાએ, અનેક પરિવહન અને માળખાગત સુવિધાઓ બંધ કરવામાં આવી છે.
ચીનના હાઇટેક હબ ગણાતા શેનઝેનનું એરપોર્ટ અને હોંગકોંગ-ઝુહાઇ-મકાઉ બ્રિજ સોમવારથી બંધ છે. મંગળવાર સાંજ સુધીમાં, બધી બસો, ટેક્સીઓ અને સબવે સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, અને હાઇવે ઍક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી હતી. ગુઆંગઝુએ બુધવાર સાંજ સુધીની બધી ફ્લાઇટ્સ રદ કરી હતી, જ્યારે ઝુહાઇએ મંગળવારે 21 ફ્લાઇટ્સ રદ કરી હતી.
